Aapnu Gujarat
રાષ્ટ્રીય

કારોબારીની રચના કરવા માટે રાહુલને તમામ સત્તા

કોંગ્રેસના અધિવેશનના આજે અંતિમ દિવસે પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીને કોંગ્રેસ કારોબારી કમિટિની રચના કરવા તમામ સત્તા આપી હતી. સર્વસંમતિ સાથે આ દરખાસ્ત સ્વીકારી લેવામાં આવી હતી. દરખાસ્ત અંગે વાત કરતા પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, કોંગ્રેસના ઇતિહાસમાં કારોબારીની ચૂંટણી અનેક વખત યોજાઈ ચુકી છે. કારોબારીની રચનાની જવાબદારી પાર્ટી પ્રમુખ ઉપર છોડવામાં આવી છે. કારોબારીની રચના સામાન્યરીતે પાર્ટી પ્રમુખ દ્વારા જ કરવામાં આવે છે. કોંગ્રેસની આ બેઠક હાલમાં યોજાઈ છે. શનિવારના દિવસે કોંગ્રેસના અધિવેશનની શરૂઆત થયા બાદ આજે બીજા દિવસે આની પૂર્ણાહૂતિ થઇ હતી. દેશભરમાંથી કોંગ્રેસના તમામ નેતાઓ આમા ઉપસ્થિતિ રહ્યા હતા જેમાં જુદા જુદા રાજ્યોના ટોચના નેતાઓ પણ સમાવેશ થાય છે. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, સોનિયા ગાંધી, ઉત્તર પ્રદેશ એકમના વડા રાજ બબ્બર અને જુદા જુદા રાજ્યોના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. ગઇકાલે અધિવેશનના પ્રથમ દિવસે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આક્રમક નિવેદન કરીને મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. યુપીએના અધ્યક્ષ તરીકે પોતાના સંબોધનમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી લોકોના દિલમાં રહે છે. જે લોકો તેના અસ્તિત્વને ખતમ કરવાની વાત કરી રહ્યા છે તે લોકો હવે આ બાબતને સમજી ગયા છે. રાહુલ ગાંધીએ પણ ઉદ્‌ઘાટન સત્રને સંબોધન કરીને સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

Related posts

અભૂતપૂર્વ શ્રદ્ધા વચ્ચે મહાકુંભની શરૂઆત

aapnugujarat

શરતો સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની રાહુલની તૈયારી

aapnugujarat

कुमारस्वामी सरकार बचाने की कवायद शुरू, कांग्रेस ने बुलाई बैठक, अटकले तेज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1