Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અભૂતપૂર્વ શ્રદ્ધા વચ્ચે મહાકુંભની શરૂઆત

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આજે અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની શરૂઆત થઇ હતી. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થળ પર નાગા સાધુ, ત્યારબાદ અન્ય અખાડાના સાધુ સંતો તેમજ અંતે સામાન્ય શ્રદ્ધાળુઓએ શાહી સ્નાન કર્યુ હતુ. સામાન્ય શ્રદ્ધાળુઓ દ્વારા શાહીસ્નાનનો દોર મોડા સુધી ચાલ્યો હતો. વહેલી પરોઢે પાંચ વાગે સ્નાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સમગ્ર દિવસ દરમિયાન શાહીસ્નાનનો દોર જારી રહેશે. સઘન સુરક્ષા અને જુદા જુદા ઘાટ ઉપર સ્નાન અને પૂજાવિધિ માટે સંતો ઉમટી પડ્યા હતા. પારો ૧૦ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે હોવા છતાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કરવામાં આવેલા મહાકુંભની અનેક વિશેષતાઓ રહેલી છે. સંગમ ઉપર ત્રિવેણી ઘાટ પાસે આનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં કુંભનું નામ આવતાની સાથે જ યમુના, ગંગા અને સરસ્વતીના પાવન ત્રિવેણી સંગમની બાબત માનસિક ચિત્ર ઉપર આવી જાય છે. આ પવિત્ર સંગમ સ્થળ ઉપર ડુબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચે છે. આધ્યાત્મિક શહેરમાં ડુબકી લગાવીને શ્રદ્ધાળુઓ જુદા જુદા પાપમાંથી મુક્તિ મેળવે છે. મકરસંક્રાંતિ માટે પૂણ્યકાળની અવધિ આજે ૧૫મી જાન્યુઆરીએ વહેલી પરોઢથી સૂર્યાસ્ત સુધી રહી હતી. સમગ્ર દિવસ દરમિયાન શુભ મુહુર્ત રહેલા છે. ભારે ધાર્મિક માહોલ રહેતા ચારેબાજુ પુજા અર્ચનાનો દોર જારી રહ્યો હતો. આજે સવારે સુર્યની મકરગતિ (મકર રાશીમાં પ્રવેશ)માં આવવાની સાથે જ તીર્થરાજ પ્રયાગમાં સંગમ કાઠા પર મહાપર્વની શરૂઆત થઇ હતી. જોરદાર ઠંડી હોવા છતાં લોકોએ આની ચિંતા કરી ન હતી. દુનિયાના સૌથી મોટા ધાર્મિક આયોજનને લઇને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. પહેલા શાહી સ્થાન પર્વ પર અખાડાના નાગા સન્યાસી, મહામંડલેશ્વરો, સાધુ સંતો સહિત લાખો શ્રદ્ધાળુઓએ સંગમમાં પુણ્યની ડુબકી લગાવી હતી. આની સાથે જ કુંભના શ્રીગણેશ થઇ ગયા હતા. સવારે પાંચ વાગે શાહી સ્નાનની શરૂઆત થઇ હતી. સવારમાં સૌથી પહેલા ૬ વાગે મહાનિર્વાણીના સંતો શાહી સ્નાન માટે પહોંચ્યા હતા. આની સાથે અખાડાના સ્નાનની પ્રક્રિયા શરૂ થઇ હતી. તમામ અખાડાના સંતોએ એકપછી એક સ્નાનની પ્રક્રિયા હાથ ધરી હતી. તમામને ૩૦ મિનિટથી ૪૫ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. સામાન્ય શ્રદ્ધાળુઓ પણ પવિત્ર સ્તાન કરી રહ્યા છે.કુંભને લઇને આ વખતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. કુંભ મેળા ૨૦૧૯માં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનો સામાન્ય ટ્રેનો ઉપરાંતની રહેશે. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટ્યુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
અલ્હાબાદ જંક્શન પર ૧૦૦૦૦ યાત્રીઓને ગોઠવી શકાય તે માટે ચાર મોટા ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. અહીં વેન્ડિંગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયોનો સમાવેશ થાય છે.કુંભ મેળાની શરૂઆત થતા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુંભ મેળાની સાથે ભવ્ય ઇતિહાસનો પણ ઉલ્લેખ રહેલો છે. આ વખતે કુંભ મેળાને વધારે ભવ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. ભાજપની જુદા જુદા રાજ્યોમાં રહેલી સરકારો પણ આના માટે મદદ કરવા માટે આગળ આવી હતી. જુદી જુદી ટ્રેનોની સાથે સાથે પરિવહની ખાસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હવે ભવ્ય કુંભ મેળો ઘણા દિવસ સુધી ચાલનાર છે.

Related posts

આતંકવાદીઓનો ખાત્મો કરવા પોકમાં હુમલાની જરૂર

aapnugujarat

પુલવામાં હુમલાની તપાસમાં મારુતિ સુઝુકીના એન્જિનિયરોની મદદ લેવાઈ

aapnugujarat

आघाडी सरकार का फैसला, देवेंद्र फडणवीस-राज ठाकरे समेत कई नेताओं की सुरक्षा घटाई

editor

Leave a Comment

UA-96247877-1