Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ : યોગી કેટલાકના વિભાગો બદલવા માટે તૈયાર

પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વધારે ગંભીર દેખાઈ રહ્યા છે અને એક પછી એક નિર્ણયો લઇ રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે જ ૩૭ અધિકારીઓની બદલી કરી દીધા બાદ મુખ્યમંત્રીએ સરકારના કામકાજની પણ સમીક્ષા શરૂ કરી દીધી છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સાથે કેટલાક વિભાગના મંત્રીઓની કામગીરીને લઇને પણ નાખુશ છે જેના પરિણામ સ્વરુપે કેટલાક પ્રધાનોના ખાતા બદલવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. મુખ્યમંત્રી કહી ચુક્યા છે કે, હારની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવ્યા બાદ હવે કેટલાક મંત્રીઓના ખાતા બદલવામાં આવે તેવી શક્યતા છે. મંત્રીમંડળમાં ફેરફારને લઇને ટૂંક સમયમાં જ બેઠક થશે. મુખ્યમંત્રીને અનેક ફરિયાદો પણ મળી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, અનેક વિભાગોના મંત્રી પ્રજા સાથે જોડાયેલા નથી. આ પ્રધાનો સામાન્ય પ્રજાની વાત સાંભળી રહ્યા નથી. સાથે સાથે કામ પણ કરી રહ્યા નથી. વિભાગોમાં પ્રધાનોનું વલણ સ્વૈચ્છિક રહ્યું છે. આને ધ્યાનમાં લઇને પ્રધાનોના ખાતા બદલવાની હિલચાલ શરૂ થઇ ચુકી છે. કેટલાક વિભાગના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે તેવી વાત સપાટી ઉપર આવ્યા બાદ અધિકારીઓની મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. અધિકારીઓને બોલાવીને ફટકાર પણ લગાવવામાં આવી હતી. સરકારમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી શકે છે. એવા મંત્રીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જે મંત્રીઓ પ્રજાની વચ્ચે પહોંચ્યા નથી અને હાલમાં યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલી લોકલક્ષી કામગીરીને લોકો સુધી પહોંચાડી શક્યા નથી.

Related posts

ગઠબંધનમાં વડાપ્રધાન બનવા માટે લાઈનો લાગેલી છે : અમિત શાહ

aapnugujarat

ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી લોકસભા પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા

aapnugujarat

ગઢચિરોલી નકસલી હુમલામાં ૩૦ કિલોગ્રામ વિસ્ફોટક ઉપયોગમાં લેવાયાનો ધડાકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1