Aapnu Gujarat
ગુજરાત

વલસાડ બેઠક પર જે પક્ષ જીતે છે તેની જ ગાંધીનગરમાં સરકાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ચર્ચા પુરજોશમાં ચાલી છે ત્યારે ભુતકાળની ચૂંટણીના પરિણામો પરથી રસપ્રદ માહિતી મળી છે. ચૂંટણી વખતે યોજાતી ચૂંટણીને લઈને કેટલીક માન્યતા પ્રવર્તે છે. જેમ ઉત્તરપ્રદેશની કેટલીક બેઠકો જીતનાર જ કેન્દ્રમાં સરકાર બનાવે છે તેવી જ રીતે ગુજરાતની ૧૮૨ બેઠકો પૈકી આ એક બેઠક પર જીતનાર પક્ષ જ ગાંધીનગરમાં સત્તાના સૂત્રો સંભાળે છે.દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર ૧૯૭૫થી જે પક્ષ જીતે છે તે જ ગાંધીનગરમાં સરકાર બનાવે છે તેવી એક માન્યતા છે. ૧૮૨ વિધાનસભા બેઠકોમાં ૧૭૯ નંબરની વલસાડની આ બેઠકનું મહત્વ કંઈક અલગ જ છે.
૧૯૭૫માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના ઉમેદવાર કેશવજી રતનજી પટેલનો વિજય થયો અને તેમની પાર્ટીએ જનસંઘ સાથે મળીને સરકાર રચી હતી. આ પછી ૧૯૮૦માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા અને કોંગ્રેસની જ સરકાર બની. ૧૯૮૫માં પણ આ બેઠક પરથી કોંગ્રેસ જીતી અને ગાંધીનગરમાં ગાદી પણ કોંગ્રેસે જ સંભાળી. ત્યારબાદ ૧૯૯૦માં પહેલીવાર ભાજપમાંથી ચૂંટણી લડીને દોલતભાઈ દેસાઇએ આ બેઠક પરથી જીત મેળવી હતી અને ભાજપે જનતા દળને બહારથી ટેકો આપી સરકાર રચી હતી.૧૯૯૫માં બીજેપી આ બેઠક પર ફરથી જીત્યું અને કેશુભાઈને આગેવાનીમાં ભાજપની સરકાર બની. ત્યારબાદ ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૭ એમ કુલ મળીને ૫ વખત ભાજપના દોલતભાઈ દેસાઈ આ બેઠક પરથી ચૂંટાયા અને ભાજપે રાજ્યમાં સરકાર રચી. છેલ્લી ચૂંટણી ૨૦૧૨માં પણ ભાજપના ભરતભાઈ પટેલ જંગી બહુમત સાથે ચૂંટાયા અને બીજેપી સત્તામાં આવ્યું.

Related posts

તક્ષશિલા અગ્નિકાંડ : બિલ્ડીંગ દસ્તાવેજમાં ચોથો માળ ન દર્શાવ્યાનો રિપોર્ટમાં ઘટસ્ફોટ

aapnugujarat

गुजरात के घरों पर दिखे रहस्यमयी एक्स के निशान : अहमदाबाद में एक चौकाने वाली खबर सामने आई

aapnugujarat

નોટબંધીની અસરમાં મંદ પડ્યું ગુજરાતનું અર્થતંત્ર, આવકવેરા ખાતું તેના ટાર્ગેટને સિદ્ધ કરવામાં નિષ્ફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1