Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર: કર્મચારીઓને હેરાન નહી કરવાના,નોકરી માંથી છુટા નહી કરવા કર્મચારી દીઠ રૂ.5000 લેખે લાંચની માંગણી કરી,ACB ટ્રેપમાં લાંચ લેતા પકડાયો

ગાંધીનગરમાં એસીબીની ટીમે સપાટો બોલાવીને HPCL ના સીનિ. કોમકો ઓફિસરને 1.10 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે. સિનીયર કોમકો ઓફિસર મુલચંદ ધોલપુરીયા કે જેઓ પેટ્રોલ પંપ પર સુપર વાઇઝર તરીકે નોકરી કરે છે અને કર્મચારીઓને હેરાન નહી કરવાના, નોકરી માંથી છુટા કરીને નવા કર્મચારીઓ નહી રાખવા તથા આ કર્મચારીઓનો પગાર વધેલો હોય તો કર્મચારી દીઠ રૂ. 4500 થી રૂ.5000 લેખે લાંચની માંગણી કરી હતી. ગાંધીનગર ખાતે આવેલ એચ.પી પેટ્રોલ પંપ પર સુપર વાઈઝર અને અન્ય 29 કર્મચારીઓ કામ કરે છે , જેમાં પાંચ મહિલા કર્મચારીઓ પણ નોકરી કરે છે. એ સી બી ના આરોપીએ ફરિયાદીને મહિલાઓને બાકાત રાખી બાકીના ૨૪ કર્મચારીઓને હેરાન નહી કરવાના, નોકરી માંથી છુટા નહી કરી નવા કર્મચારીઓ નહી રાખવા તથા આ કર્મચારીઓનો પગાર વધેલ હોય કર્મચારી દીઠ રૂ.4500 થી રૂ.5000 લેખે રાઉન્ડ ફીગર રૂ.1.10 લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચના નાણાં ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય એ.સી.બીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે બે પંચો સાથે રાખી લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, લાંચના નાણાં રૂ. 1.10 લાખ સ્વિકારી લાંચના છટકામાં પકડાયેલ છે .

Related posts

તા.૪ થી ના રોજ નવસારી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

aapnugujarat

शहर में मई महीने में २३ दिन में आग लगने की १६६ कोल मिली

aapnugujarat

ડભોઈ તાલુકામાં ૧૦૦ જવાનોએ કોરોના રસી મૂકાવી

editor

Leave a Comment

UA-96247877-1