કોઈને ઉધાર રૂપિયા આપતાં પહેલાં હજાર વાર વિચાર કરજો, નહીં તો તમારી પણ હત્યા થઈ શકે છે. જી હા વડોદરામાં પ્રાઇવેટ ફાઇનાન્સરે જીમ ટ્રેનરને આપેલા ઉધાર રૂપિયાની ઉઘરાણી કરતાં તેને મોતને ઘાટ ઉતારી દેવાયો. વડોદરાના મકરપુરામાં રહેતો યુવાન જૈમિન પંચાલ પ્રાઇવેટ ફાયનાન્સનો વ્યવસાય કરતો હતો. સાથે સરકારી અને ખાનગી કોન્ટ્રાક્ટ લઈને કામ પણ કરતો હતો. જૈમિન પંચાલ બોડી ફેક્ટરી નામના જીમમાં કસરત માટે જતો હતો, જ્યાં જીમ ટ્રેનર સતીશ વસાવા સાથે તેનો સંપર્ક થયો. સતીશ વસાવા સાથે જૈમિન પંચાલની ગાઢ મિત્રતા થઈ, જેથી સતીશ વસાવાએ જૈમિન પંચાલ પાસેથી દોઢ લાખ રૂપિયા ઓછીના લીધા હતા. જે રૂપિયાની ઉઘરાણી વારંવાર જૈમિન પંચાલ કરતાં સતીશ વસાવાએ તેની હત્યાનો પ્લાન ઘડ્યો.
આરોપી સતીશ વસાવાએ હત્યા કરવા માટે ક્રાઈમ પેટ્રોલ સિરીયલના અલગ અલગ એપિસોડ જોયા. જેના આધારે ૩૧ માર્ચે બપોરના સમયે આરોપી સતીશ વસાવાએ મૃતક જૈમીન પંચાલને તેના ઘરે બોલાવ્યો, જ્યાં બંનેએ ખુબ દારૂ પીધો, ત્યારબાદ આરોપી સતીશ વસાવાએ મૃતકનું ઓશિકાથી ગળું દબાવી તેની હત્યા કરી નાખી. બાદમાં આરોપી સતીશ વસાવાએ તેની માતા સાથે મૃતકની બાઈક પર જ મૃતકની લાશને રાઘુપુરા કુંઢેલા ગામની વચ્ચેથી પસાર થતી માઈનોર કેનાલમાં ફેંકી દીધી.
મૃતક જૈમિન પંચાલ તેના ઘરેથી સતીશ વસાવાના ઘરે જાય છે એવું કહીને નીકળ્યો હતો. પણ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં મૃતકના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા હોવાની ફરિયાદ આપી. જેથી પોલીસે તપાસ શરૂ કરતાં સતીશ વસાવા સાથે છેલ્લે મૃતક હોવાની માહિતી મળી. જેમાં સતીશની પૂછપરછ કરતાં તેને પોલીસ સમક્ષ ખોટી સ્ટોરી બનાવી ગોળ ગોળ ફેરવી હતી. જેમાં મૃતક જૈમીનને કોઇ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગી ગયો હોવાની ખોટી સ્ટોરી પોલીસને કહી. જે મામલે પોલીસે તપાસ કરી પણ કઈ હકિકત સામે ન આવી. જેથી પોલીસે ફરીથી સતીષની કડકાઈથી પૂછપરછ કરી. જેમાં તે તુટી ગયો. પોલીસને સતીશ વસાવાએ જૈમિનની હત્યા કરી લાશ માઈનોર કેનાલમાં ફેંકી દીધી હોવાની હકીકત જણાવી, જેના આધારે તપાસ કરતાં પોલીસને આરોપી અને તેની માતાના મૃતકની બાઈક પર જતાં સીસીટીવી ફુટેજ ડભોઇ પાસેથી મળી આવ્યા. પોલીસે આરોપી સતીશ વસાવાને સાથે રાખી માઈનોર કેનાલમાં સતત ૪૮ કલાક સુધી શોધખોળ હાથ ધરી મૃતકની લાશ શોધી કાઢી હતી. પોલીસે લાશ શોધવા ભારે જહેમત ઉઠાવી, જેમાં કેનાલનું પાણી રોકવા માટીની પાળ મજુરો પાસે બંધાવી, બાદમાં માઈનોર કેનાલના ગેટ વચ્ચે ફસાયેલી લાશને ખુદ ઁજીૈં અને પોલીસ જવાન કેનાલમાં ઉતરી બહાર કાઢી. આરોપી સતીશ વસાવા જે જીમમાં ટ્રેનર તરીકે નોકરી કરતો હતો તે જીમ તેને માલિક પાસેથી ભાડેથી લીધું હતું, જેમાં તેના માથે ૮ થી ૯ લાખ દેવું થઈ ગયું હતું, જેથી આરોપી સતીશ વસાવાએ મૃતકની હત્યા કરી તેને પહેરેલ સોનાના દાગીના કાઢી મુથુટ ફાયનાન્સ કંપનીમાં ગિરવે મૂકી દીધા, જેનાથી જે રૂપિયા મળ્યા તે દેવાદારોને ચૂકવી દેવું ચૂકતે કર્યું હતું.હાલમાં પોલીસે આરોપી માતા પુત્રને કોર્ટમાં રજૂ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પાછલી પોસ્ટ