Aapnu Gujarat
ગુજરાત

તા. ૧૯ એપ્રિલનાં રોજ અમદાવાદ ખાતે રાજપુત યુવા મેગા પરિચય મિલન કાર્યક્રમ યોજાશે

આગામી તા.૧૯ એપ્રિલ શુક્રવારનાં રોજ અમદાવાદ ખાતે અખિલ ગુજરાત રાજુપત યુવા સંઘ દ્વારા ગિરાસદાર રાજપુત યુવાન દીકરા – દીકરીઓને પસંદગીની વિશાળ તક પુરી પાડવા યુવા મેગા પરિચય મિલન – ૨૦૧૯ કાર્યક્રમ યોજાશે. સમગ્ર કાર્યક્રમ સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટ, સર્કીટ હાઉસ પાસે, એરપોર્ટ રોડ, શાહીબાગ, અમદાવાદ ખાતે સવારનાં ૯ થી સાંજનાં ૬ સુધી યોજાશે.
આ પરિચય મિલન કાર્યક્રમમાં માત્ર ગિરાસદાર રાજપુત ક્ષત્રિયો (દરબાર) જ ભાગ લઈ શકશે તથા તે માટેનાં ફોર્મ્સ તા. ૧૦-૦૪-૨૦૧૯ સુધીમાં ભરીને નીચે દર્શાવેલ સરનામે આપવાનાં રહેશે. વ્યક્તિદીઠ રૂપિયા ૨૦૦ રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, જેમનાં ફોર્મ્સ માન્ય થયા હશે તેઓને જાણ કરવામાં આવશે. દીકરા – દીકરીઓ સાથે વાલીઓએ આપવવાનું ફરજીયાત છે. એકલા દીકરા દીકરીઓ કે એકલા વાલીઓ આવી શકશે નહીં, જેઓનાં દીકરા – દીકરીઓ વિદેશમાં હોય તેઓ સાબિતી આપશે તો માત્ર વાલીઓને પ્રવેશ મળશે.
ફોર્મ મેળવવા તથા આપવાનું સરનામું આ પ્રમાણે છે. બાશ્રી નયનાબા મહેન્દ્રસિંહજી જાડેજા ભવન, ભુદરપુરા રોડ, સી.એન.વિદ્યાલયની પાછળ, આંબાવાડી, અમદાવાદ – ૩૮૦ ૦૧૬. સંપર્કર નંબરો આ પ્રમાણે છે. (૧) ઈન્દ્રસિંહ રાણા – ૯૯૦૯૫ ૯૭૦૯૫ (૨) ભરતસિંહ જાડેજા ૮૪૦૧૨ ૪૩૨૭૨ (૩) ઈન્દ્રસિંહ ચુડાસમા ૮૧૨૮૨ ૯૪૨૯૯ (પશ્ચિમ). સ્થળ :- કુળદેવી મંદિર, અસારવા, અમદાવાદ. સંપર્ક માટેનાં નંબરો :- દિલીપસિંહ ઝાલા ૯૮૨૫૫ ૮૨૮૧૯ (૨) જયપાલસિંહ ચુડાસમા ૯૭૨૫૭ ૦૯૩૭૦ (પૂર્વ) ઓનલાઈન સંપર્ક સૂત્ર (૧) રૂપેન્દ્રસિંહ ઝાલા ૮૯૮૦૦ ૦૫૧૦૦ (૨) સંદીપસિંહ સિસોદીયા ૯૭૨૫૧ ૯૪૧૫૭ http://bit.do/rajpitmegaparichay ઉપર સંપર્ક કરવા મુખ્ય આયોજન સમિતિનાં શ્રી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે.

Related posts

નરેન્દ્ર પટેલે ભાજપ નેતાઓ સામે કોર્ટમાં કરેલી ફરિયાદ

aapnugujarat

સ્વામી વિવેકાનંદ જયંતી નિમિતે ઑન લાઈન હિન્દી કવિ સંમેલન યોજાયું

editor

BRTSમાં જૂના જનમિત્ર કાર્ડને બંધ કરી દેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1