Aapnu Gujarat
ગુજરાત

Gujarat BJP : ગાંધીનગર ખાતે ‘પેજસમિતિ મહાસંપર્ક અભિયાન’ કાર્યક્રમ યોજાયો

રાજય સરકારના લોકકલ્યાણના વિવિધ કાર્યો, મહાનગરપાલિકામાં ભાજપાના શાસનમાં થયેલા અનેકવિધ વિકાસકાર્યોનું ભાથું છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અકેશન મોડમાં છે, નવું મંત્રીમંડળ અવિરતપણે જનતાની સેવામાં કાર્યરત છે.કોરોનાકાળમાં પણ ગાંધીનગરમાં ભાજપાનો કાર્યકર્તા અને મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર જનતાની સેવામાં ખડેપગે હતું તે જનતાએ પ્રત્યક્ષ અનુભવ્યું છે. તેમણે પૂર્વ મેયર સહિત ભાજપાની અગાઉ ચૂંટાયેલી પાંખ, ભાજપાના ઉમેદવારો, સિનિયર અગ્રણીઓ, કાર્યકર્તાઓને કોરોના મહામારીના સમયમાં સેવાયજ્ઞ કરવા બદલ બિરદાવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, મનપા ચૂંટણીના ઇન્ચાર્જઓ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અમિત ઠાકરે પ્રાસંગિક ઉદબોધન કરીને વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે ઉપસ્થિત સૌને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસરકારના મંત્રીશ્રીઓ ઋષિકેશ પટેલ, કિરિટસિંહ રાણા, રાઘવજી પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારો, સિનિયર અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્યો, ભાજપાના ઉમેદવારઓ, અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરના અધ્યક્ષ ઋચિર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ મહાનગરના મહામંત્રી ધરમેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાનગરના મહામંત્રી કનુભાઈ દેસાઈએ કર્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(વર્ચ્યુઅલ માધ્યમ)ની વિશેષ ઉપસ્થિતિમાં ઓડિટોરિયમ હોલ, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી સંદર્ભે ‘પેજસમિતિ મહાસંપર્ક અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના સંબોધનની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ પાઠવી કરી હતી અને જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરી ડગ્યા વગર અડીખમ રીતે દેશહિતમાં જે કાર્ય કર્યું છે તે બદલ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી નમન કરું છું. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ દેશને અનેક રાષ્ટ્રવાદી નેતાઓ અને કાર્યકર્તાઓની હારમાળા આપી છે. ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા આજે કદમ થી કદમ મિલાવી રાષ્ટ્રસેવાના કાર્યમાં લાગેલો છે. ગાંધીનગર મહાનગર ભાજપાની ટીમ અભૂતપૂર્વ જુસ્સા સાથે કાર્ય કરી રહી છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જનતાનો મૂડ જાેતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે મનપાની ચૂંટણીમાં ભાજપાના તમામ ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હરહંમેશ પરિવારભાવના સાથે કાર્ય કરતી આવી છે. આજે ડિજિટલાઈઝેશનનો યુગ છે ત્યારે ભાજપાએ પણ પ્રત્યેક બુથની મતદાર યાદી સહિત પેજસમિતિના સભ્યોનું સંકલન કરી કાર્યકર્તાઓને સરળતા રહે, સુદ્રઢ વ્યવસ્થાપન થઈ શકે તે માટે ‘એપ’ બનાવી છે તે બદલ હું ભાજપા સંગઠનને અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાયેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોઈ પણ ચૂંટણી કાર્યકર્તાઓની મહેનતથી જીતાય છે. ગાંધીનગરના કાર્યકર્તાઓનો જુસ્સો અને આત્મવિશ્વાસ જાેતા આગામી ચૂંટણીમાં ભાજપાના તમામ ૪૪ ઉમેદવારોના ભવ્ય વિજયનો મને વિશ્વાસ છે. તેમણે સૌ કાર્યકર્તાઓને પેજસમિતિ પર ભાર આપી મતદારયાદીના પ્રત્યેક પેજ ઉપર ભાજપાને જનતાના આશીર્વાદથી બહુમતી અપાવવા માટે હાકલ કરી હતી સાથે સાથે ટેકનોલોજીના ઉઓયોગ પર પણ ભાર મુક્યો હતો.

Related posts

સુરેન્દ્રનગરમાં મીડિયા વર્કશોપ યોજાયો

editor

‘‘બજેટ ફોર ન્યુ ઇન્ડિયા’’ બેનર હેઠળ ગાંધીનગર ખાતે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા સાથે પરિસંવાદ યોજાયો

aapnugujarat

રાષ્ટ્રપતિ લેશે ગુજરાતની મુલાકાત, કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનું કરશે ખાતમુહૂર્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1