Aapnu Gujarat
ગુજરાત

નવરાત્રિમાં ભક્તોજનો માતાના મઢના દર્શન કરી શકશે

એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ તંત્ર દ્વારા વ્યવસ્થા થશે. જ્યારે પાર્કિંગ માટેની વ્યવસ્થા દર વર્ષ જેમ કરવામાં આવશે. હાલે સેવા કેમ્પો બંધ હોઈ પદયાત્રિકો માટે નાહવા-ધોવા માટે અગવડતા ન પડે તે માટે મઢથી રવાપર આવતા અડધા કિલોમીટરના અંતરે જ્યાં જાગીર ટ્રસ્ટના મેગા કેમ્પ થાય છે. તે જગ્યાએ તેમજ ચાચરાકુંડ પાસે હંગામી સ્નાનઘાટ બનાવવામાં આવશે. જી.એમ.ડી.સી. માતાના મઢ દ્વારા ૨૪ કલાક ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા પૂરી પાડશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આરોગ્યની કોઈપણ જાતની નુકસાની ન થાય તે માટે પૂરતી તકેદારી રખાશે. જાગીર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ૧૬ ૧૬ એમ કુલ ૩૨ સીસીટીવી કેમેરા બાજ નજર રાખશે. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ૨૪ કલાક મેડિકલ સુવિધા, ડોક્ટરની ટીમ, ૧૦૮ સુવિધા રહેશે.કચ્છમાં માતાના મઢ સ્થાનકે બિરાજતી કુળદેવી મા આશાપુરાના દર્શન દ્વાર આ આસો નવરાત્રિમાં ખુલ્લાં રહેશે અને ભક્તો દર્શન કરી શકશે તેના સહિતના મહત્ત્વના ર્નિણય શનિવારે વહીવટી તંત્રના અધિકારીઓ, માતાના મઢ જાગીર ટ્રસ્ટ અને પંચાયતના સત્તાધિશોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં લેવાયા હતા. માતાના મઢમાં જાગીર ખાતે નખત્રાણાના નાયબ કલેક્ટર ડો. મેહુલભાઈ બરાસરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જાેકે, તેમની તબિયત બરોબર ન હોવાને કારણે તેમણે ઓનલાઈન હાજરી આપી હતી. સ્થાનિકે મામલતદાર એન.એ. સોલંકીએ જવાબદારી સંભાળી હતી. મા આશાપુરાના દર્શન કરવા માટે લાખો ભક્તો આશ્વિની નવરાત્રિમાં આવતા હોય છે, ત્યારે આ વખતે ભક્તો માને માથું ટેકવી શકશે. ભક્તોના ધસારાને પહોંચી વળવા આ બેઠકમાં મહત્ત્વના ર્નિણયો લેવાયા હતા. તા.૬-૧૦ના ઘટસ્થાપન સાથે તા.૭-૧૦ના નવરાત્રિ પ્રારંભ થશે. તો જાગીર ટ્રસ્ટ દ્વારા ભોજન (પ્રસાદ) પણ ચાલુ રાખવાનો મહત્ત્વનો નિર્ણ્ય લેવાયો હતો. આ મુદ્દે વહીવટીતંત્ર દ્વારા ભોજન પ્રસાદ માટે સરકારી ગાઈડલાઈનનો ચુસ્ત અમલીકરણ કરવા જાગીર ટ્રસ્ટને જણાવાયું હતું. માત્ર દર્શન અને પ્રસાદ જ ફક્ત ચાલુ રહેશે જ્યારે મેળો યોજાશે નહીં સાથે સેવા કેમ્પો પણ સેવાભાવિ સંસ્થાઓ આરામ માટે કેમ્પો કરી નહી શકે. ઁય્ફઝ્રન્ દ્વારા નવરાત્રિ દરમ્યાન ૨૪ કલાક વીજ પુરવઠો આપવાની ખાતરી અપાઈ હતી. પાણી પુરવઠા દ્વારા ૨૪ કલાક પાણી મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. કલોરિનયુક્ત ચોખા પાણીનું વિતરણ કરાશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા ૫૦૦થી વધારે પોલીસ, જી.આર.ડી. મહિલા પોલીસ સહિત તેના તમામ આવતા વિભાગોના પોલીસ કર્મચારીઓ ૨૪ કલાક ખડે પગે સેવા આપશે. મંદિર પર ભક્તો પ્રસાદ સરળતાથી લઈ-જઈ ચડાવી શકે તે માટે ગ્રામપંચાયત દ્વારા ગેટ નંબર ૨ પર અલગથી દુકાનો ફાળવી બજાર ઊભી કરવામાં આવશે જેમાં ભીડ ન થાય તે માટે ગ્રામપંચાયતને સૂચનાનું પાલન કરવાનું રહેશે. દર્શન માટે યાત્રિકોને દર વર્ષની જેમ ગેટ નંબર ૪ પરથી પ્રવેશ કરી શકશે. માતાના મઢમાં આ વર્ષે મેળો નહીં યોજવાનો હોવાથી માત્ર સ્થાનિક વેપારીઓ જ પ્રસાદ સહિતનું વેચાણ કરી શકશે. બહારથી કોઈ વેપારીને પોતાની દુકાન કે ખાણી-પીણી માટે સ્ટોલ નહીં કરી શકે જ્યારે કોઈપણ વેપારી પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુનો ઉપયોગ નહીં કરી શકે, પ્રતિબંધ રહેશે.

Related posts

ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ સંદર્ભે જિલ્લાની બેન્કો સાથે બેઠક યોજીને  માર્ગદર્શન પુરૂ પાડતાં  નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા

aapnugujarat

પોલીસે છારાનગરમાં લોકોને ઘરમાં ઘૂસીને ફટકાર્યા

aapnugujarat

इको फ्रेन्डली गणेश मूर्ति के लिए जगह आवंटित कराई गई :रिवरफ्रन्ट और वस्त्रापुर हाट से मूर्ति खरीद सकेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1