Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીના યુએનજીએ સંબોધનમાં કોઈએ તાળી પણ ન વગાડી : ચિદંબરમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન અને ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાનનું નામ લીધા વગર જ ખૂબ સંભળાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે પણ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે પણ સમજવું જાેઈએ કે તે તેમના માટે પણ ખૂબ મોટું જાેખમ છે. અફઘાનિસ્તાનની સ્થિતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આપણે તે માટે પણ સતર્ક રહેવાની જરૂર છે કે કોઈ પણ દેશ ત્યાંની નાજુક સ્થિતિઓનો પોતાના સ્વાર્થ માટે એક ટૂલ તરીકે ઉપયોગ કરવા પ્રયત્ન ન કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાના અમેરિકી પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (ેંદ્ગય્છ)ને સંબોધિત કરી હતી. વડાપ્રધાનના આ સંબોધનને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ દેશને ગૌરવાન્વિત કરનારૂં ગણાવ્યું હતું ત્યારે કોંગ્રેસી નેતા પી. ચિદંબરમે તેને લઈ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે પણ પીએમ મોદીના નિવેદનના બહાને યુપી અને આસામના મુખ્યમંત્રીને ઘેર્યા છે. કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદંબરમે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના સંબોધન દરમિયાન કેટલીક સીટો જ ભરાયેલી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ કોઈએ તાળી પણ નહોતી વગાડી. તેમણે ટ્‌વીટમાં લખ્યું હતું કે, ‘જ્યારે વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી ત્યારે મને ખૂબ જ નિરાશા થઈ કે, થોડીક બેઠકો જ ભરેલી હતી. તેનાથી પણ વધારે નિરાશા ત્યારે થઈ જ્યારે કોઈએ તાળી પણ ન વગાડી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું સ્થાયી મિશન ગરબડાઈ ગયું છે.’ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે ટ્‌વીટમાં લખ્યું હતું કે, ેંદ્ગય્છમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતને મધર ઓફ ઓલ ડેમોક્રસી ગણાવેલું, મને આશા છે કે યોગીજી (યુપીના સીએમ યોગી આદિત્યનાથ) અને હિમંત બિસ્વા શર્મા (આસામના મુખ્યમંત્રી) સાંભળી રહ્યા હશે.

Related posts

શત્રુઘ્ન હવે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થશે

aapnugujarat

ભાજપે રામ મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે, અન્ય પાર્ટીઓ સહયોગ કરે : શાહ

aapnugujarat

यूपी पुलिस दुनिया की सबसे बेहतर पुलिस : डीजीपी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1