Aapnu Gujarat
ગુજરાત

ભાજપ સરકારની બેદરકારી ગુજરાતના દરિયાકિનારાને ડ્રગ્સનો અડ્ડો બનાવ્યો : મોઢવાડિયા

ગુજરાતમાં દેશનો સૌથી લાંબા ૧,૬૪૦ કિ.મીનો દરિયાકિનારો અને ૧૪૪ નાના- મોટા ટાપુઓ હોવા છતાં એની સુરક્ષા ભગવાન ભરોસે છે. ૧,૬૪૦ કિમી લાંબા દરિયાકિનારાની સુરક્ષા માટે માંડ ૨૨ મરીન પોલીસ સ્ટેશન અને ૩૦ ઇન્ટરસેપ્ટર બોટ છે, એટલે એક મરીન પોલીસ સ્ટેશને તોતિંગ ૭૨ કિમી દરિયાકિનારાનો વિસ્તાર સાચવવો પડે છે. ગુજરાત કરતાં ઘણો ઓછો દરિયાકિનારો અને પાકિસ્તાનથી દૂર હોવા છતાં મહારાષ્ટ્ર(૪૪), તામિલનાડુ(૪૨), કર્ણાટક(૬૨)માં વધુ મરીન પોલીસ સ્ટેશન છે, જ્યારે પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશનની સંખ્યા તો ઠીક સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ છે. પરિણામે, પૂરતી સુરક્ષાના અભાવે ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે.અર્જુન મોઢવાડિયાએવધુમાં જણાવ્યું હતું કે દરિયાકિનારાને સુરક્ષા પૂરી પાડવામાં નઘરોળ ભાજપ સરકારની બેદરકારીને કારણે ગુજરાતમાં આ જંગી ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે અને ગુજરાતનું યુવાધન નશાની કાળી દુનિયામાં બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં એના અમલના નામે માત્ર ઠાલા હોંકારા પડકારાથી વધુ કંઈ નથી એ આપણે સૌ જાણીએ છીએ. હવે ભાજપ સરકારે ગુજરાતને ડ્રગ્સનું પણ હબ બનાવી દીધું છે. દ્ગઝ્રઇમ્ના આંકડાઓ મુજબ લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત દેશમાં નોંધવામાં આવેલા કેસો પૈકી ગુજરાત ૨,૪૧,૭૧૫ કેસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ કઈ દિશા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, ભાજપ સરકાર તો હપતા લઈને દારૂ અને ડ્રગ્સનો કાળો કારોબાર બેરોકટોક થવા દઈ રહી છે, પરંતુ યુવાન મિત્રોને મારી વિનંતી છે કે તમે તો જાગ્રત બનો. દારૂ કે ડ્રગ્સના વ્યસનથી દૂર રહો.ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર બેફામ બની રહ્યો છે ત્યારે આ અંગે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં મુંદ્રા-અદાણી પોર્ટ પરથી અફઘાનિસ્તાથી તાલિબાને મોકલેલું ?૨૧,૦૦૦ કરોડની કિમતનું ૩૦૦૦ કિલો ડ્રગ્સ ઝડપાવાથી સમગ્ર દેશમાં ચકચાર છે, પરંતુ ડ્રગ્સ કેસમાં તાલિબાની કનેક્શન છતાં રાજ્યની ભાજપ સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાનો આ કોઈ પહેલો કેસ નથી. છેલ્લા ૫ જ મહિનામાં રાજ્યની અલગ અલગ જગ્યાએથી અંદાજે રૂ.૨૪,૮૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ૨૧ એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી રૂ.૧૫૦ કરોડની કિમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યાર બાદ ૧૭ જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાં રૂ.૩,૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. તાજેતરમાં ૨૧ સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી રૂ.૧૫૦ કરોડનું ડ્રગ્સ અને એ જ દિવસે રૂ.૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ મુંદ્રા/અદાણી પોર્ટ પરથી ઝડપાયું. આ તમામ ડ્રગ્સ પાછળ તાલિબાની કનેક્શનનો ઘટસ્ફોટ થયો હોવા છતાં ગુજરાતના દરિયાકિનારાની સુરક્ષા આજે પણ ભગવાન ભરોસે છે.

Related posts

गुजरात में कुल ८४ फीसदी बारिश

aapnugujarat

इंटरनेशनल बुद्धिस्ट कॉन्फ्रेंस गुजरात में १७ से २३ सितंबर के बीच : कॉन्फ्रेंस में भाग लेने पहुंचे बुद्धिस्ट संतों- मोन्क्स के साथ मुख्यमंत्री की मुलाकात  

aapnugujarat

Junagadh : પતિ શારિરિક સંબંધ ન બાંધતા પત્નીએ પોલીસ સ્ટેશને કરી ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1