Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે ખેતી વટહુકમના વિરોધમાં આવેદનપત્ર સોંપ્યુ

ખેડુતોને નુકસાનકારક સમાન કરારી ખેતી વટહુકમ તત્કાલ રદ કરવા બાબતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા જીલ્લા કલેકટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં બહુમતીના જોરે કરારી ખેતી વટહુકમ બિલ પસાર કરવામાં આવ્યું છે જે ખેડુત વિરોઘી છે તે બિલના વિરોધમાં સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી મહામહીમ રાષ્ટ્રપતિને સંબોધી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના માધ્યમથી કરારી ખેતી વટહુકમ બિલ રદ કરવા માટે આવેબપત્ર આપવામાં આવ્યું હતું ચિમકી આપવામાં આવી હતી કે આવનારા દિવસોમાં ખેડૂતો અને કોંગ્રેસની માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની પણ ફરજ પડશે. આ કાયક્રમમાં સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રિયવદન પટેલ, ઘારાકુમારી ,ગૌતમ સુતરીયા, અશોક વાઢેર,પુજન પટેલ, આર. કે. વાઘેલી , ઘુ્‌વ પટેલ, આસિફ, ટી.વી. પટેલ, શિવરાજસિંહ ઝાલા, ભાવિન પટેલ અને મિડિયા કન્વીનર યુસુફ બચ્ચા સહિત યુવક કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ પેન્શન કાર્ડ વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

गणदेवी में १३ वर्षीय लड़की पर बलात्कार

aapnugujarat

वर्ल्ड हेरिटेजसिटी के दावे का ८ जुलाई को आखिरी फैसला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1