Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં પોષણ માસની થઈ રહેલી ઉજવણી

રાજ્ય સરકાર દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય સ્તર શ્રેષ્ઠ બની રહે અને કુપોષણની સમસ્યા અંગે જાગૃતિ લાવવા અને તમામ પરિવારોને આ લડતમાં સાંકળવાના હેતુથી પોષણમાસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ ૭મી સપ્ટેમ્બરથી આ ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો છે. કોરોના કટોકટીને ધ્યાનમાં રાખીને પોષણ માસનાં આયોજન અનુસાર વિવિધ કાર્યક્રમો જેવા કે પોષણ શપથ, પોષણ માહ સંબંધિત વિવિધ સંદેશાઓ, મમતા દિવસ, સુખડી વિતરણ, ન્યુટ્રી ગાર્ડન, પાંચ સૂત્રો ઉપર વેબીનાર, એએનસી ચેકઅપ, સ્તનપાન-જન્મ બાદ તરત જ સ્તનપાનનું મહત્વ અને છ માસ સુધી માત્ર સ્તનપાન અને પૂરક ખોરાક, ઝાડાનું વ્યવસ્થાપન, કિશોરી અવસ્થામાં પોષણનું મહત્વ, લાભાર્થીઓને ફોન કોલ (પ્રસુતિ માટેની કાળજી), ટીએચઆર પેકેટમાંથી વાનગીઓ (માતૃશક્તિ, બાલ શક્તિ, પૂર્ણ શક્તિ) પૂર્ણા સખી અને પૂર્ણા સહ સખી દ્વારા અતિકુપોષિત બાળકો અને જોખમી સગર્ભા માતાઓને ઘરે-ઘરે પોષણ આપી લાભાર્થીઓને પોષણ અંગે સમજ આપવામાં આવી રહી છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરનું હવાઈ નિરીક્ષણ કર્યું

editor

સાઠંબામાં”શિક્ષક દિન” નિમિત્તે ચોથા પુસ્તક પરબ યોજાઈ

editor

લીંબડીના જનસાળીએ ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લાગ્યા

editor

Leave a Comment

UA-96247877-1