Aapnu Gujarat
ગુજરાત

ગીરમાં વન વિભાગે ૫૦૦થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટસ તૈયાર કર્યા

સંતો, શુરા, અને સાવજોની ભૂમિ એટલે સોરઠ. આ સોરઠની ભૂમિ પર સાવજોની ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં સાવજ માટે લોકસાહિત્યમાં લખાયુ છે કે સોરઠ ધરા જગ જુની, જગ જૂનો ગિરનાર, સાવજડા સેંજળ પીવે, ન્યાના નમણાં નરને નારપ જો કે સાવજડા સેંજળ પીવેની વાતો હવે માત્ર લોકસાહિત્યમાં જ રહી ગઈ છે અને હવે ગીરકાંઠે વસતા સાવજો જ્યાંથી મળે ત્યાંથી પાણી પીને તરસ છીપાવે છે. હવે ગીરકાંઠાની નદીઓ ચોમાસા સિવાય વહેતી નથી ત્યારે વનવિભાગ દ્વારા ગીરના જંગલમાં જુદા જુદા સ્થળે પાણીના કૃત્રિમ પોઈન્ટ્‌સ બનાવવામાં આવે છે. આથી વન્ય જીવો અને ગીરના સાવજો જ્યારે તરસ્યા થાય ત્યારે આ કૃત્રિમ વોટર પોઈન્ટ્‌સમાંથી પાણી પી તેમની તરસ છીપાવી શકે.
સામાન્ય રીતે એશિયાટિક લાયનને સવારે ઉઠતાવેંત પાણીની જરૂરિયાત રહે છે અને તે એકીસાથે ૩ લીટર જેટલુ પાણી ગટગટાવી જાય છે અને સાંજના સમયે પણ ત્રણ લીટર જેટલુ પાણી પી જાય છે. ઉનાળાના ધોમધખતા તાપમાં તે ૬ લીટરને બદલે દિવસનું ૮ લીટર જેટલુ પાણી પી જાય છે. ત્યારે ગીરના સાવજો અને અન્ય પશુઓ મોજથી પાણી પી તેમની તરસ છીપાવી શકે તે માટે વનવિભાગે કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કર્યા છે. જેમાથી પાણી પી તેઓ ઠંડક મેળવી શકે છે.
ઉનાળો શરૂ થતાં જ વન વિભાગ સક્રિય થઈ જતું હોય છે. કારણ કે ઉનાળામાં કુદરતી જળાશયો સુકાતા વન્યજીવોની હાલત કફોડી બનતી હોય છે. ત્યારે પ્રાણીઓને પીવાના પાણી માટે તરફડવું ન પડે તે માટે વિવિધ સ્થળો પર આ રીતે “કૃત્રિમ જળસ્ત્રોત” ઊભા કરવામાં આવે છે. હાલ ગીરના જંગલમાં આવાં ૫૦૦ થી પણ વધુ “આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્‌સ” તૈયાર કરાયા છે.

Related posts

અલ્પેશ ભાજપમાં જોડાય શકે છે : નીતિન પટેલ સાથે બેઠક

aapnugujarat

માથાસુર ગામમાં દિવાલ ધરાશાયી : એકનું મોત

aapnugujarat

ઉન્નાવ-કઠુઆ ગેંગરેપનાં વિરોધમાં રાજ્યભરમાં પ્રદર્શન અને લોકોમાં આક્રોશ

aapnugujarat
UA-96247877-1