Aapnu Gujarat
રમતગમત

શ્રેયસ અય્યરની નજર બે નવી ટીમ અમદાવાદ અને લખનઉની કેપ્ટનશીપ પર

ફ્રેન્ચાઇઝી ટીમોને હરાજી પહેલા ખેલાડીઓના પૂલમાંથી ત્રણ-ત્રણ ક્રિકેટરોને પસંદ કરવાની તક મળી શકે છે. તમામ ટીમાને લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવા માટે, મ્ઝ્રઝ્રૈં બે નવી ફ્રેન્ચાઇઝીસ (લખનૌ અને અમદાવાદ) ને હરાજી પહેલા ઉપલબ્ધ પૂલમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓને પસંદ કરવાની તક આપવાનું વિચારી રહી છે. બીસીસીઆઈએ કહ્યું, આની પાછળનો તર્ક નવી ટીમોને ‘કોર’ તૈયાર કરવાની તક આપવાનો છે. દેખીતી રીતે, મોડલીટીઝ પર કામ કરવાની જરૂર છે, જેમાં ખેલાડીની ફી તેમજ તે ચોક્કસ ખેલાડીને હરાજી પહેલા પસંદ કરવા માંગે છે કે કેમ તે સામેલ છે. મોટાભાગની જૂની ટીમો પાસે રિટેન કરવાનો વિકલ્પ હશે, તેથી નવી ટીમોને આ તક મળી શકે છે. ઇગ્લેન્ડ સામે ઘરેલુ વન ડે સિરીઝ રમવા દરમ્યાન અય્યર ઇજા પામ્યો હતો. ખભાની ઇજાની સર્જરી કરાવવાને લઇને તે દિલ્હી કેપિટલ્સ વતી આઇપીએલ ૨૦૨૧ ના પ્રથમ તબક્કા થી દૂર થવા મજબૂર થયો હતો. ત્યાર બાદ સ્વસ્થ થઇ તે બીજા તબક્કામાં પરત ફર્યો હતો. પરંતુ દિલ્હીએ તેના બદલે પંતને કેપ્ટન તરીકે જારી રાખ્યો હતો.ૈંઁન્ ૨૦૨૨ની મેગા ઓક્શન આવવાનુ છે અને તે પહેલા મહત્વના ખેલાડીઓને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું જાણવા મળી રહ્યુ છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં રાખશે નહીં, તો બીજી તરફ દિલ્હી કેપિટલ્સ નો એક મોટો ખેલાડી પણ ટીમ છોડવા માંગે છે. દિલ્હી કેપિટલ્સે ઋષભ પંત ને કેપ્ટન બનાવ્યો અને તેના નેતૃત્વમાં ટીમે પ્લે-ઓફમાં સ્થાન મેળવ્યું. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર ટીમથી અલગ થવા માંગે છે અને માનવામાં આવે છે કે તેની નજર બે નવી ટીમ અમદાવાદ અને લખનઉની કેપ્ટનશીપ પર છે. એવા અહેવાલ છે કે શ્રેયસ અય્યર કેપ્ટનની ભૂમિકા માટે દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. જાે ક્રિકેટરની નજીકના સૂત્રોનું માનીએ તો, તે ટીમનું નેતૃત્વ કરવાની ભૂમિકા માટે તે આતુર છે અને દિલ્હી કેપિટલ્સ તેને ફરીથી કપ્તાની સોંપે તેવી શક્યતા ઓછી છે.

Related posts

भारत की शतरंज ओलम्पियाड जीत पर बोले रहाणे, देश के लिए गर्व का पल

editor

सैयद मुश्ताक अली टी20 टूर्नामेंट में खेलेंगे युवराज

editor

एंडरसन के पास टेस्ट रैंकिंग में शीर्ष पर पहुंचने का मौका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1