Aapnu Gujarat
મનોરંજન

શ્રદ્ધા કપુર પર છેતરપિંડીનો કેસ : નિર્માતા પણ સકંજામાં

કાપડ બનાવતી એક કંપનીએ બોલિવુડની આશાસ્પદ અભિનેત્રી અને આગામી ફિલ્મ હસીના પાર્કરના ફિલ્મ નિર્માતાઓ પૈકી એક પર છેતરપિંડી અને અપરાધિક વિશ્વાસઘાતના આરોપો મુકવામાં આવ્યા છે. આની સાથે જ શ્રદ્ધા કપુરની તકલીફ વધી ગઇ છે. શ્રદ્ધા કપુરની સામે અપરાધિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મના પ્રચાર દરમિયાન શ્રદ્ધા કપુરે ફેશન લેબલ એજેટીએમનો કથિતરીતે પ્રચાર કરવામાં આવ્યો ન હતો. કરારનો ભંગ કરવાનો તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા છે. શ્રદ્ધા કપુરે હાલમાં આ સંબંધમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી. કંપનીના વકીલ રિઝવાન સિદ્ધીકીએ કહ્યુ છે કે ફિલ્મ માટે અભિનેત્રીને વસ્ત્રો ઉપલબ્ધ કરાવવા માટે કેટલીક સમજુતી કરવામાં આવી હતી. એમએન્ડએમ ફર્મે મુંબઇની કોર્ટમાં અંગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામલામાં વધુ સુનાવણી ૨૬મી ઓક્ટોબરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. આ કંપની પોતાના બ્રાન્ડ લેબલ એજેટીએમ એજે મિસ્ત્રી એન્ડ થિયા મિનહાસના બેનર હેઠળ ડિઝાઇન વસ્ત્રોના વેચાણ, માર્કેટિંગ અને પેદાશોના પ્રચારમાં રહે છે. ફરિયાદ કરનાર લોકોનુ કહેવુ છે કે એમએન્ડ એમ ડિઝાઇન અને નિર્માતા સ્વીસ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે સમજુતી થઇ હતી. જેમાં કહેવામાં કહ્યુ હતુ કે વસ્ત્રોના બદલે શ્રદ્ધા કપુર બ્રાન્ડના પ્રચારમાં જોડાશે. વકીલે કહ્યુ છે કે આ સમજુતી મુજબ શ્રદ્ધા કપુરને ફિલ્મ નિર્માતાઓને આપવામા ંઆવેલા વસ્ત્રોના બદલે બ્રાન્ડના પ્રચાર કરવાની જરૂર છે. હસીના પાર્કર ફિલ્મ ૨૨મી સપ્ટેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. શ્રદ્ધા કપુર બોલિવુડ ફિલ્મોમાં પોતાની લોકપ્રિયતા સતત વધારી રહી છે. શ્રદ્ધા કપુરની પાસે અન્ય કેટલીક મોટી ફિલ્મો પણ હાલ હાથમાં રહેલી છે.

Related posts

प्रियंका १० ताकातवर महिला की लिस्ट में इन

aapnugujarat

જેક્લીન સાથે ફિલ્મમાં કાર્તિક આર્યન નહીં દેખાય

aapnugujarat

પ્રિયંકાએ ‘ભારત’ ફિલ્મ છોડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1