Aapnu Gujarat
મનોરંજન

જેક્લીન સાથે ફિલ્મમાં કાર્તિક આર્યન નહીં દેખાય

કાર્તિક આર્યનની ફિલ્મમાં સુપરસ્ટાર અભિનેત્રી જેક્લીન જોવા મળનાર નથી. પ્રાપ્ત અહેવાલ મુજબ બોલિવુડ સ્ટાર કાર્તિક અને અભિનેત્રી જેક્લીન દક્ષિણ ભારતની ફિલ્મ કિરિક પાર્ટીમાં નજરે પડનાર હતા. આશરે છ મહિના પહેલા જ જાહેરાત કરી દેવામાં આવી હતી કે દક્ષિણ ભારતીય ફિલ્મમાં કાર્તિક અને જેક્લીનની જોડી ચમકનાર છે. કિરિટ પાર્ટીની રિમેક ફિલ્મને લઇને કહેવામાં આવી રહ્યુ હતુ કે કોલેજ ડ્રામા પર આધારિત આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આગામી મહિનામાં ફ્લોર પર જશે તેમ કહેવામાં આવી રહ્યુ હતુ. પરંતુ હવે આ ફિલ્મ સાથે જોડાયેલી નવી વિગત સપાટી પર આવી રહી છે તે મુજબ કાર્તિક આર્યને આ ફિલ્મ છોડી દીધી છે. એવુ જાણવા મળી રહ્યુ છે કે કેટલાક મતભેદોના કારણે કાર્તિકે આ ફિલ્મ છોડી દીધી છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો નિર્દેશક અભિષેક જેનની આ ફિલ્મ ગયા વર્ષે ઓક્ટોબરમાં રોલ થઇ હતી. હવે આ ફિલ્મની પટકથાને કેટલાક કારણોસર ફરી લખવામાં આવી રહી છે. જેના કારણે કાર્તિક આર્યન ખુશ ન હતો. આખરે કાર્તિકે આ ફિલ્મ છોડી દીધી છે. કાર્તિકે થોડાક સપ્તાહ પહેલા જ ફિલ્મ નિર્માતા સાથે બેઠક યોજી હતી. જેમાં કાર્તિકે પોતાની રજૂઆત કરી હતી. હવે જેક્લીનની સાથે કોને લેવામાં આવશે તેને લઇને નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે. જો કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શે છે. જેક્લીનની છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ રજૂ થઇ નથી. તે સાઉથની ફિલ્મમાં પણ હવે ભાગ્ય આજમાવી રહી છે.જેક્લીન બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીની એક તરીકે રહી છે. તે જુદી જુદી ભાષાની ફિલ્મોમાં કામ કરવા માટે ખુબ આશાવાદી બનેલી છે.

Related posts

सुशांत केस में सोई बिहार सरकार को हमने जगाया : तेजस्वी

editor

સલમાન પણ વેબ સીરિઝમાં કામ કરવા ઉત્સાહિત

aapnugujarat

डेढ़ साल से अच्छी स्क्रिप्ट की तलाश में है सुष्मिता सेन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1