Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કમલનાથ હવે ભ્રષ્ટનાથ બની ગયા : મોદી

ભ્રષ્ટાચારને લઇને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ઘાસચારા કૌભાંડ અને નેશનલ હેરાલ્ડ જેવા કૌભાંડ કોંગ્રેસ સરકારના ગાળામાં થયા છે. મોદીએ કહ્યું હતું કે, ભાજપ સરકારે આવા કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. મોદીએ ઉમેર્યું હતું. ભોપાલ, ઇન્દોર અને દિલ્હીમાં આઈટી દરોડા પાડવામાં આવી ચુક્યા છે. મોદીએ આનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કમલનાથ હવે ભ્રષ્ટનાથ બની ગયા છે. વડાપ્રધાને એક સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં આ મુજબની વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટનાથ કંઇપણ કરી શકે છે પરંતુ આનાથી કોઇ અસર થતી નથી. કૌભાંડો અને ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરવાની જરૂર રહેશે. વડાપ્રધાને કહ્યું હતું કે, અગાઉની સરકારોએ ભ્રષ્ટાચારના મામલામાં અદ્ધરતાલ મુકી દીધા હતા.
હવે ફરી આ મામલામાં તપાસ થઇ રહી છે. જો કૌભાંડોની સપાટી ઉપર લાવવાની શરૂઆત થઇ છે તો આના માટે જવાબદાર લોકોને પણ આગળ લાવવાની જરૂર છે. દરોડા બાદ કમલનાથે કહ્યું હતું કે, ભાજપને આવનાર લોકસભા ચૂંટણીમાં મોટી હાર દેખાઈ રહી છે જેથી પોતાની જીતને પાકી કરવા માટે આ પ્રકારના રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે. કમલનાથના નજીકના સાથીઓ પ્રવિણ કક્કડ પર દરોડાની કાર્યવાહી સાથે આની શરૃઆત થઇ હતી. દરોડા દરમિયાન વિવાદનો દોર જારી રહ્યો છે. આવકવેરા વિભાગ આજે પણ કક્કડના નજીકના સાથી અશ્વિન શર્માના આવાસ પર દરોડા પાડી રહી છે. વિભાગે કમલનાથના નજીકના સાથી કક્કડના ઇન્દોર અને ભોપાલ સ્થિત આવાસ અને ઓફિસો ઉપર દરોડાની કાર્યવાહી કરી રહી છે. મધ્યપ્રદેશમાં દરોડાને લઇને રાજકીય આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં જોરદારરીતે ચમકે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

ઝારખંડ સરકારનો મહત્વનો નિર્ણય, માસ્ક ન પહેર્યું તો થશે આટલો દંડ…વાંચો સમગ્ર માહિતી

editor

હા ગુજરાતમાં કોરોના વકર્યો છે… મહાનગરોમાં પરિસ્થિતિ અતિ ગંભીર

editor

लोकलुभावन वाला नहीं होगा बजट : मोदी ने दिया संकेत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1