Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એમપીમાં કોંગ્રેસે ૧૭ બળવાખોર નેતાઓને ઘરનો રસ્તો બતાવી દીધો

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વર્ષે કોંગ્રેસનું પલડું ભારે છે. રાજસ્થાનમાં ભાજપ ઘરભેગી થાય તેવા અહેવાલો વચ્ચે મધ્ય પ્રદેશમાં બંને પક્ષ વચ્ચે કાંટાની ટકકર છે.
મધ્ય પ્રદેશમાં શિવરાજ સામે એન્ટિ ઇંકમ્બસીના માહોલ વચ્ચે કોંગ્રેસમાં પણ તડા છે. મધ્ય પ્રદેશમાં ૩ લીડર કોંગ્રેસની નાકમાં દમ લાવી રહ્યાં છે. આમ છતાં આ ચૂંટણીમાં રાહુલ ગાંધીનું એગ્રિસવ પર્સનાલિટી પણ ઘણો ભાગ ભજવી રહી છે આ વર્ષે કોંગ્રેસે જોરદાર તૈયારીઓ કરી છે. શિવરાજની અધ્યક્ષતામાં ભાજપે પણ કમરકસી છે. મોદી મધ્ય પ્રદેશને ખાસ મહત્વ આપી રહ્યાં છે. શિવરાજ સામે સૌથી મોટો પડકાર હોય તો ખેડૂતો છે. એમપીમાં વીદીશા પરથી ચૂંટણી લડતા સુષ્મા સ્વરાજે આજે ભાજપને ઝટકો આપ્યો છે. કોંગ્રેસ આ વખતે ઉમેદવાર મામલે પણ કડક નીતિ અખત્યાર કરી રહ્યું છે. કોંગ્રેસે બળવો કરનાર ૧૭ નેતાઓને ઘરનો રસ્તો બતાવી દીધો છે.મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે બળવાખોરો સામે એકશન ઝડપી બનાવી છે.. કોંગ્રેસે પક્ષના વરિષ્ઠ નેતા સત્યવ્રત ચતુર્વેદી સહિત ૧૭ નેતાઓને પાર્ટી બહારનો રસ્તો બતાવી દીધો છે. કોંગ્રેસે કહ્યું કે સત્યવ્રતે પાર્ટીની વિરૂદ્ધ બળવો કર્યો હતો. છત્તરપુર જિલ્લાની રાજનગર બેઠક પરથી સત્યવ્રત ચતુર્વેદીના પુત્ર નિતિન ચતુર્વેદી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પુત્ર માટે ટિકિટ માંગી રહેલા ચતુર્વેદીએ કોંગ્રેસ પર ગંભીર અરોપ પણ લગાવ્યા હતા.

Related posts

દેશમાં મોદી સરકાર બન્યા બાદ લોકોની સ્વતંત્રતામાં ઘટાડો થયો

editor

राजनाथ सिंह का राहुल गांधी पर तंज : मैं उनसे ज्यादा कृषि के बारे में जानता हूं

editor

રાહુલ બની શકે છે મોદીનો વિકલ્પ, જીતી લેશે દેશની જનતાનો ભરોસો : જ્યોતિરાદિત્ય સિંધિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1