Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પાક કાપણીના અખતરા લેવાશે

ગીર સોમનાથ જિલ્લા માટે પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે ખરીફ, રવિ અને ઉનાળુ ઋતુમાં પાક કાપણી અખતરા લેવામાં આવશે. જેના માટે માનદ વેતનથી પાક કાપણી અખતરાની કામગીરી ખેતીવાડી/બાગાયત/કૃષિ યુનિવર્સીટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિવૃત્ત તાંત્રિક મહેકમ તથા ખેતીવાડી/બાગાયત/બી.આર.એસ/કૃષિ ડિપ્લોમા કરેલ વ્યક્તિઓ તથા કૃષિ યુનિવર્સીટીના ખેતીવાડી અને બાગાયતનો અભ્યાસ કરતા વિધાર્થીઓ તથા અન્ય સ્નાતક/ અનુસ્નાતક દ્રારા કરાવવામાં આવશે. જેના  માટે પ્રતિ સફળ અખતરા દીઠ રૂ.૯૦૦ માનદ મહેનતાણુ ચૂકવાશે. તદઉપરાંત પ્રતિ સફળ અખતરા દીઠ એક વખત ડેટા યુસેજ પેટે રૂ.૫૦ ચુકવવામાં આવનાર છે. તો ઉપરોક્ત લાયકાત ધરાવતા વ્યક્તિઓએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ગીર સોમનાથ/ નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) ની કચેરી, ત્રીજો માળ, વિનાયક પ્લાઝા-૧, રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ / મદદનીશ ખેતી નિયામક (પેટા વિભાગ )ની કચેરી , બાયપાસ ચોકડી, ક્રિસ્ટલ સ્કુલની બાજુમાં, સીડ ફોર્મ ભરી શૈક્ષણિક લાયકાતનાં પુરાવા સાથે દિન-૧૦ રૂબરૂ/ ટપાલથી પહોચાડવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

મોજીદડ ગામમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

editor

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે બ્રહ્મલીન સંતશ્રી સદારામ બાપાની જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી

aapnugujarat

રાજકોટમાં રિવોલ્વર બતાવી ૨૦ તોલા દાગીનાની લૂંટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1