Aapnu Gujarat
Uncategorized

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે બ્રહ્મલીન સંતશ્રી સદારામ બાપાની જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી

બનાસકાંઠા : કાંકરેજ તાલુકાનાં ટોટાણા ધામના ઓલિયા પુરુષ બ્રહ્મલીન સંતશ્રી સદારામ બાપાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી વાત કરવામાં આવે તો સંત શ્રી સદારામ બાપાને ગુજરાત સરકારે “ગુજરાત ગરીમા ઍવોર્ડ” થી વિભૂષિત સન્માનિત કર્યા હતાં એવા સવાયા સંત સદારામ બાપુ આજે આપણી વચ્ચે નથી અને એમનાં પવિત્ર કર્મોની સુવાસ ગુજરાતના સીમાડા વટાવી ભારત ભરમાં પ્રસરી ચૂકી છે માનવ સમુદાય એમનાં આશીર્વાદ લઈ ધન્ય બન્યો છે.ત્યારે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું ટોટાણા ગામ ધામ તરીકે જાણીતું છે જે એમની જન્મ અને કર્મભૂમિ છે. છ મહિનાની કાચી ઉંમરે પિતા મોહનજીની છત્રછાયા ગુમાવી. પણ ગુણિયલ અને સંસ્કારી માતા લખુબાના હાથે એમનો ઉછેર થયો.
સિદ્ધપુર, અમદાવાદ, બાવળા અને વડોદરા સુધી મજૂરી કરવા ગયા હતા ત્યારે મીલ મજૂર તરીકે તનતોડ મજૂરી પણ કરી. અને આત્માને સંતોષ ન થયો એટલે પોતાનીજ નજર સામે ભૂખ- તરસ અને વ્યસનોમાં સબડતો સમાજ જોઈ અંદરથી હચમચી ગયા. અને જવાન થતા પહેલાજ વૈરાગની વાટ પકડી. સામાજિક ઉત્થાન અને વિકાસનો મનોમન સંકલ્પ કર્યો. અને એને સાકાર કરવા ભારત ભરનાં તીર્થાટનો કરી આત્મજ્ઞાન મેળવ્યું. સંતો, મહંતો સાથે સતત સામાજિક ક્રાંતિની સમીક્ષા કરતા રહ્યાં. જેના પરિણામ સ્વરૂપ ભગવું ધારણ કર્યા વગર પણ સવાયા સંત તરીકે પૂજાવા લાગ્યાં. રૂઢ રિવાજો, ખોટી માન્યતાઓ અને વ્યસનોથી મુક્ત કર્યા અને સબડતા સમાજને ‘ રામ ‘ નામનો ગેબી મંત્ર આપ્યો. ગામડે-ગામડે અને શેરીએ-શેરીએ સદારામ બાપાનાં ભજન થવા લાગ્યા. દૂર દૂરથી લોકો એમની ભજન મંડળીમાં ઉમટી પડતા જે ગામ કે શેરી દારૂ છોડવાનો સંકલ્પ કરે ત્યાં જ હરિ ઉતારો કરવો એવો બાપાનો પ્રણ હતો. દારૂનું દૂષણ બંધ કરાવવા બાપાએ ક્યારેય સરકાર કે પોલીસ સાથે માથાકૂટ કરી નથી. તેમ છતાંય લાખો લોકોએ સ્વયં-ભૂ દારૂ છોડ્યો એ બાપાની સૌથી મોટી સામાજિક ક્રાંતિ રહી સે અને દરેક સમાજને સાથે લઈ ચાલનારાં સંતશ્રી સદારામ બાપા કે તેઓ છેલ્લા શ્વાસ તેમના ટોટાણા આશ્રમમાં લીધા હતા ત્યારે લાખોની સંખ્યામાં લોકો બાપાની અંતિમ યાત્રામાં જોડાયા હતાં અંતિમ યાત્રા ટોટાણા થી થરામાં ફરી ટોટાણા પરત આવી હતી ત્યાર બાદ સદારામ બાપાનો ભંડારો ટોટાણા આશ્રમ ખાતે કરવામાં આવ્યો હતો

ત્યારે ભંડારમાં ઉપસ્થિત ગુજરાત નાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી હતી જેમાં વાત કરીએ તો સદારામ બાપાનાં નામથી ચાલતાં ત્રણ આશ્રમ આવેલાં છે જેમાં સદારામ બાપાનાં આશ્રમ ટોટાણા, માલસર અને જુનાગઢ જેવાં ધામોમાં બાપાએ આશ્રમ બંધાવ્યાં છે જેમાં દર્શન કરવા માટે આવતાં ભક્તો માટે પ્રશાદી સ્વરુપે ભોજન આપવામાં આવે છે ત્યારે આજરોજ સદારામ બાપાની જન્મજયંતિ થરા ખાતે ઊજવવામાં આવી હતી ૨૦૧૭ થી સંતશ્રી સદારામ બાપાની જન્મજયંતિ દર વર્ષે ઊજવવામાં આવે છે. ત્યારે આ સાલ ચાલું વર્ષે પણ ધામ ધૂમ થી સદારામ બાપાની જન્મજયંતિ ઊજવવામાં આવી જેમાં ટોટાણા આશ્રમ નાં મહંત સંત શ્રી દાસબાપુ સદારામ બાપાની જન્મ જયંતિ ની યાત્રા માં જોડાયાં હતાં આ સાથે ઠાકોર સમાજનું ચેતના કેન્દ્ર એવા ક્ષત્રિય ઠાકોર બોર્ડિંગ વિદ્યા સંકૂલ થરા થી ઋણ શિવ્કાર યાત્રા (શોભાયાત્રા) સવારે ૮:૦૦ વાગે પ્રસ્થાન કરી હતી અને થરા સહેરમા ફરી હતી જ્યાં ઠેરઠેર જગ્યાએ સન્માન કરવામાં આવ્યાં હતાં અને સદુભા પાટીમાં દરબાર સમાજ દ્વારા દાસબાપુ નું સન્માન કરવામાં આવ્યું હતું. સેવાભાવી લોકો દ્વારા પાણી છાસ સરબત જેવી સેવાઓ આપી હતી ત્યાર બાદ શોભાયાત્રા ૧:૦૦ વાગે પરત આવી હતી અને ત્યારબાદ શંષ્કૃતિક કાર્યક્રમો અને ભોજન પ્રસાદ કરવામાં આવ્યો હતો અને આ બાબતે સમગ્ર ઠાકોર સમાજ માં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યક્રમ ને સફળ બનાવવાં માટે થરા પોલીસ કર્મીઓ ઓ પણ ટ્રાફિક સમસ્યો કે બીજા કોઇ અણ બનાવ ના બને તે માટે ખડા પગે રહ્યાં હતા તેમજ યુવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી આ પ્રસગે ઉપસ્થિત આગેવાનો યુવાનો વડીલો ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં અને દર્શન નો લ્હાવો લીધો હતો અને સદારામ બાપાની જન્મજયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી..

તસવીર/અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા

Related posts

એસ.ટી.ડેપો કર્મચારી મંડળ તેમજ મજુર મહાજન યુનિયન દ્વારા ઉભેલા ઉમેદવારની ચૂંટણીમાં જીત

editor

હવે સાધુ સમાજે ભાજપ સામે બાંયો ચડાવી

aapnugujarat

પાર્ટી નેતાની મોત પર ભડકેલા કુમારસ્વામીનો હત્યારાઓને ‘દર્દનાક’ મોત આપવાનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1