Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં રિવોલ્વર બતાવી ૨૦ તોલા દાગીનાની લૂંટ

રાજકોટમાં ફરી એકવાર લૂંટનો બનાવ બન્યો છે. બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં વૃદ્ધાના મકાનમાં લોખંડની ડેલી કૂદીને અંદર આવી પાંચ જેટલા લૂંટારુઓએ રિવોલ્વર અને છરીની અણીએ લૂંટ ચલાવી હતી. મળતી માહિતી પ્રમાણે લૂંટારૂ એક વેગેનાર કાર લઈને આવતા સીસીટીવીમાં કેદ થયા હતા. ત્યારબાદ કારમાંથી ઉતરી અને મકાનમાં ગયા અને મકાન માલિકને કહ્યું કે તેનો પુત્ર કાર લેવા આવ્યો છે ત્યારે વૃદ્ધ દેવજીભાઈએ પોતાના મકાનનો દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ તરત જ લૂંટારૂઓએ દેવજીભાઈને પક્ડી લીધા હતા.
લૂંટારૂઓએ તેમને બેથી ત્રણ ધોકા મારીને રિવોલ્વર બતાવી હતી અને કહ્યું હતું કે અવાજ કર્યો છે તો જાનથી મારી નાખીશ. બાદમાં તેના ઘરના બંન્ને રૂમના કબાટ ખોલી અને તમામ ચીજ વસ્તુઓ લૂંટી ગયા હતા.  આશરે ૨૦ તોલા જેટલા સોનાના દાગીના અને ૨૦ હજાર જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાજ ક્રાઈમ બ્રાંચ સહીતનો કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસ શરૂ કરી હતી જેમાં જણાયું હતું કે પાંચ જેટલા લોકો લૂંટ કરવા આવ્યા હતા તેઓએ બુકાની ધારણ કરેલી હતી જ્યારે માથામાં ટોપી પહેરેલી હતી. આશરે ૪૦ વર્ષની ઉંમરના હોવાનું બહાર આવ્યું છે. જોકે બાજુના બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવીના કેમેરામાં એક વેગેનાર કાર એજ સમયે પસર થતી હોવાનું સ્પષ્ટ દેખાય છે.  તો બીજી બાજુ એ જ વિસ્તારમાંથી એજ પ્રકારની વેગેનાર કાર ચોરી થયાનું બહાર આવ્યું છે.

Related posts

રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં બાળ સિંહનો જન્મ

aapnugujarat

छाणीप के पास दो बाइक के बीच दुर्घटना : तीन की मौत

aapnugujarat

पोरबंदर के शिवमंदिर में चढ़ाये जायेंगे लाखों के गहन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1