Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાન સરકાર ગુર્જર અને અન્ય પાંચ જાતિને આપશે આરક્ષણ

રાજસ્થાન સરકારે ગુર્જર સહિત પાંચ અન્ય જાતિને ૫૦ ટકાની કાયદાકીય સીમા અંતર્ગત એક ટકો આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ ભાજપા સરકારે એક સર્કુલરના માધ્યમથી ગુરૂવારનાં રોજ મંત્રીમંડળની પરવાનગી લઇ આ અંગે નિર્ણય કર્યો છે. રાજસ્થાનનાં સંસદીય કાર્યમંત્રી રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું કે, ગુર્જર સહિત પાંચ જાતિઓને અત્યંત પછાત વર્ગની શ્રેણી અંતર્ગત એક ટકાની આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યપાલની પરવાનગી બાદ આ સંબંધમાં એક સુચના જાહેર કરવામાં આવશે. રાજસ્થાન વિધાનસભાએ ગત વર્ષે ઓક્ટોબરમાં એક બિલ દ્વારા ગુર્જર સહિત અન્ય પાચ જાતિઓને અત્યંત પછાત વર્ગનાં લોકો સાથે આરક્ષણ આપવા માટે આરક્ષણ ૨૧ ટકા વધારી ૨૬ ટકા કરવામાં આવ્યું છે.આ બિલથી સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામા આવતું આરક્ષણ વધારીને ૫૪ ટકા પહોંચી ગયુ છે. પરંતુ હાઇકોર્ટે આ બિલ પર રોક લગાવી દીધી હતી, બાદમાં હાઇકોર્ટે પણ સરકારને ૫૦ ટકાથી વધારે આરક્ષણ સીમાને પાર નહી કરવાના નિર્દેશ આપ્યા હતાં. વર્ષ ૧૯૯૪માં અનય અન્ય પછાત વર્ગની જાતિઓ સાથે ગુજર/ ગુર્જર-બંજારા/ બાલદિયા / લબાના, ગાડીયા-લુહાર/ગાડિયા, રાયકા/રબારી અને ગડરિયાને સામેલ કર્યા હતાં.

Related posts

પુલવામામાં ચાર ત્રાસવાદીઓ ફુંકાયા

aapnugujarat

બળાત્કારના આરોપમાં યુપીના એક વધુ બાબાની ધરપકડ

aapnugujarat

गोडसे और मोदी की एक ही विचारधारा: राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1