Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બળાત્કારના આરોપમાં યુપીના એક વધુ બાબાની ધરપકડ

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં બાબા રામ રહીમ અને ફલાહારી બાબાની જેમ એક વધુ બાબાનાં કરતૂત બહાર આવેલ છે. અહીં એક મહંત બાબા સિયારામ દાસ પર એક યુવતીએ આશ્રમમાં પોતાને આઠ મહિના સુધી બંધક રાખીને પોતાના પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ મૂક્યો છે. પીડિતા યુવતીએ જણાવ્યું હતું કે બાબાની એક શિષ્યાએ મને ૫૦,૦૦૦ રૂપિયામાં ખરીદીને બાબાને હવાલે કરી દીધી હતી. આ બાબા મારા પર રોજ રાત્રે બળાત્કાર કરતો હતો. એટલું જ નહીં મારો એમએમએસ પણ બનાવતો હતો.
પીડિતાના આ નિવેદનના આધારે પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.પીડિતાના જણાવ્યા અનુસાર ઘણા સમયથી મને નોકરી મળતી ન હતી. એક દિવસ મારા એક સંબંધીએ નોકરી અપાવવાના બહાને મને રૂ. ૫૦,૦૦૦માં વેચી દીધી હતી. ત્યાર બાદ મને બારાબંકી, ફૈઝાબાદ, લખનૌના આશ્રમમાં ફેરવીને છેવટે મને સીતાપુરના આશ્રમમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં બાબાએ મારી સાથે બળાત્કાર કરીને મારો એમએમએસ બનાવ્યો હતો. બીજા દિવસે મને આગ્રાના આશ્રમમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં મને આઠ મહિના સુધી બંધક બનાવવામાં આવી હતી. અહીં બાબા મારા પર રોજ રાત્રે બળાત્કાર કરતો હતો અને મારો વીડિયો પણ બનાવતો હતો.પીડિતાએ જણાવ્યું હતું કે એટલું જ નહીં, આશ્રમમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર પણ બળાત્કાર કરવામાં આવતો હતો અને તેમના પણ એમએમએસ બનાવવામાં આવતા હતા કે જેથી બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિની કોઈ વિરોધ કરતી શકતી ન હતી. આ ઉપરાંત આ યુવતીનો નેતાઓ અને મોટા લોકોને હવાલે કરવામાં આવતી હતી.સીતાપુરના એએસપી માર્તંડ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે પીડિતાના નિવેદનને આધારે આરોપી બાબા સીયારામ દાસની ધરપકડ કરવામાં આવી છે.

Related posts

पेट्रोल के भाव में 14 पैसे और डीजल के भाव में 7 पैसे आई गिरावट

aapnugujarat

ખડગેનો પીએમ મોદીને પત્ર : આલોક વર્મા અંગેનો સીવીસી રિપોર્ટ જાહેર કરો

aapnugujarat

એમ.આર. શાહ આજે પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે શપથ લેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1