Aapnu Gujarat
બિઝનેસ

ભારતીય કંપની ટીસીએસનો અત્યાર સુધીનો સૌથી મોટો આઉટસોર્સિંગ સોદો

દેશની સૌથી મોટી આઇટી કંપની તાતા કન્સલ્ટન્સી ર્સિવસે (ટીસીએસ) અત્યાર સુધીનો સૌથી મોટો આઉટ સોર્સિંગ સોદો ટેલિવિઝન રેટિંગ મેનેજમેન્ટ ફર્મ નીલસન સાથે કર્યો છે. ટીસીએસ અને નીલસનની વચ્ચે ૨.૨૫ અબજ ડોલર (૧૪૪.૧ અબજ રૂપિયા )નો કોન્ટ્રાક્ટ થયો છે.આ વર્ષે ઓક્ટોબરમાં થયેલો આ સોદો ટીસીએસ અને નીલસનની ભાગીદારી રિન્યૂઅલ છે. આ કંપનીઓની વચ્ચે ૨૦૦૮ માં ૧૦ વર્ષ માટે સોદો ૧.૨ અબજ ડોલર એટલે કે ૧૬૦.૧ અબજ રૂપિયાનો થયો હતો, જેને ૨૦૧૩માં ત્રણ વર્ષ લંબાવી લગભગ બે ઘણા ૨.૫ અબજ ડોલર (૧૬૦.૧ અબજ રૂપિયા)નો કરાયો હતો. ઓક્ટોબરમાં થયેલા સોદા મુજબ અગ્રીમેન્ટના સમયને પાંચ વર્ષ વધુ વધારી દેવાયો છે. બંનેની વચ્ચે આ સોદો ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. સાથે જ નીલસનને ૧ વર્ષનું રિન્યૂઅલ માટે વિકલ્પ અપાયો છે.ટીસીએસ અને નીલસનનો સોદો આ વર્ષે ફેબ્રુઆરીમાં ટીસીએસના સીઇઓ બને રાજેશ ગોપીનાથન માટે મોટી સફળતા ગણાવાય છે. આઇટી આઉટસોર્સિંગની મોટી ડીલની વાત કરીએ તો ફેબ્રુઆરી ૨૦૧૬માં વોલ્વો અને એચસીએલની વચ્ચે ૧.૮ અબજ ડોલર એટલે કે ૧૧૫.૨ અબજ રૂપિયાની ડીલ થઇ હતી. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનને રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીએ વધુમાં કહ્યું છે કે ટીસીએસ નીલસનને આ સેવા વૈશ્વિક સ્તરે પૂરી પાડશે. આ સેવાઓમાં આઇટી ઉપરાંત એપ્લિકેશન ડેવલપમેન્ટ અને મેઇન્ટેનન્સ- બીપીઓ, ક્લાયન્ટ ર્સિવસ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ અને મેનેજમેન્ટ સાયન્સિઝ, એનાલિસિસ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગનો સમાવેશ થાય છે.આ ડીલ હેઠળ ટીસીએસ આગામી ત્રણ વર્ષ સુધી એટલે કે ૨૦૨૦ સુધી નીલસન માટે આઉટસોર્સિંગ સાથે જોડાયેલા કામો કરશે. ટીસીએસ આ ડીલ હેઠળ નીલસન ત્રણ વર્ષ સુધી ૩,૨૦૦ ડોલરનો વ્યવસાય ઉપલબ્ધ કરાવશે. ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી કંપનીના સંભવિત વાર્ષિક આવકને ૧,૮૬૦ લાખ ડોલર અને ૨૦૨૫ માં ૧,૩૯૫ લાખ ડોલરના સ્તરે રહે એવી ગણતરી મંડાઇ રહી છે. યાદ રહે કે માર્ચ ૨૦૧૭ સુધી ટીસીએસે ૧૭.૫ અબજ ડોલરની સાથે ૬.૨ ટકાની આવક વધુ નોંધાવી હતી. કંપનીને ૮૮૦ લાખ ડોલરના ઇન્ક્રીમેન્ટલ રિન્યૂની જરૂર છે, જેથી તે પોતાનો વિકાસ સુધારીને ૫૦ આધાર અંક સુધી લઇ જઇ શકે.

Related posts

एयर इंडिया का सावन स्पेशल ऑफर, टिकट ७०६ से शुरु

aapnugujarat

आम आदमी को RBI का तोहफा! ब्याज दरों में हुई 0.25% की कटौती

aapnugujarat

પાન-મસાલા ગુટખા ઉપર ૨૩૨ ટકા જીએસટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1