Aapnu Gujarat
Uncategorized

કેશોદ ખાતે યોજાયો કલા મહાકુંભ- સોરઠી પરગણાંની ગ્રામિણ કળાઓ થઇ ઊજાગર

રાજ્ય સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિનાં વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યનાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજુથનાં કલાપ્રેમીઓને પ્રોત્સાહિત કરવા માટે કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અને જિલ્લા વહિવટીતંત્ર જુનાગઢ સંચાલીત ગ્રામ્ય જિલ્લાકક્ષા કલા મહાકુંભને આજે આદર્શ નિવાસી શાળા(અ.જા) કેવદ્રા ફાટક માંગરોળ રોડ કેશોદ ખાતે એ.એસ.પી.શ્રી કેશોદ શ્રી સંજય ખરાત દિપ પ્રાગ્ટયથી ખુલ્લો મુક્યો હતો. ઉપસ્થિત કલારસીકોને સંબોધતા શ્રી સંજય ખરાતે જણાવ્યુ હતુ કે ટુંકાગાળાનાં ગુજરાત રાજ્યના પરીચયમાં એ જાણવા મળ્યુ છે કે ગુજરાતી ભાષા જે રીતે મીઠી છે તે રીતે અહીંનો કલા વારસો પણ સમૃધ્ધ છે. કેશોદ નગરપાલીકાનાં પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા, , નાયબ નિયામક અ.જા. શ્રી સી.એન. મીશ્રાએ કલા મહાકુંભનાં સ્પર્ધોને બીરદાવતા જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારગ્રામિણ રમત ગમતને જે રીતે ઉજાગર કરી યુવાનો અને બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તી નિખારવા રમતોનું આયોજન કરે છે તે રીતે કલામહાકુંભ દ્વારા રાજ્યનાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં જુદી જુદી વયજુથનાં કલામર્મીઓની સંઘરાયેલ કલા કલામહાકુંભનાં માધ્યમે નિખરી ઉઠશે.

કાર્યક્રમનાં પ્રારંભે આદર્શ નિવાસી શાળાનાં આચાર્યશ્રી હમીરસિંહ વાળાએ અતિથીઓને આવકાર્યા હતા. જિલ્લા રમત ગમત અધિકારી વીશાલ દિહોરાએ કલા મહકુંભની વિગતો આપતા જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લાનાં તમામ ગામોનાં કલાપ્રેમીઓને નિમંત્રીત કરી ૧૦ વર્ષથી નાની વયનાં, ૧૧ થી ૨૦ વર્ષ અને ૨૦ થી વધુ વયજુથનાં કલાકારોની કલાને નિખારવાની તક આજે જૂનાગઢ જિલ્લાનાં કેશોદ ખાતે કલામહાકુંભનાં માધ્યમે થઇ રહી છે. આજે ગાયન વિભાગમાં સુગમ સંગીત, ગીત, શાસ્ત્રીય સંગીત, સમુહગીતની સ્પર્ધા યોજાશે. તે જ રીતે નૃત્ય વિભાગમાં ગરબા, રાસ, ભરત નાટ્યમ, કથક, લોકનૃત્ય, વાદન વિભાગમાં વાંસળી, તબલા, હાર્મોનિયમ હળવુ, ઓર્ગન, અખવાજ, ગિટાર, સિતાર, વાયોલીન, સ્કુલ બેન્ડ, મૃદંગમ અને એક પાત્રીય અભીનય જેવી કલાઓમાં મહારત હાંસલ કલાકારો આજે તેમનાં કલા ક્ષેત્રનાં ઓઝસ પાથરશે.

કલામહાકૂંભનાં સ્પર્ધકોને પ્રોત્સાહાન  પુરૂ પાડવા પ્રાંત અધિકારીશ્રી જેઠવા, મામલતદાર-કેશોદ શ્રી મકવાણા, અગ્રણીશ્રી હરીતભાઇ ચોવટીયા, યોગેશભાઇ સાવલીયા, રીંકુબેન કણસાગરા,  માલદેભાઇ ડાંગર  સહિત કલારસીકો અને કલાપ્રેમીઓ જિલ્લાનાં અગ્રણીઓ, શૈક્ષણીક ક્ષેત્રનાં મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

डेबिट-क्रेडिट कार्ड से 10 हजार रुपए तक का लेनदेन हो सकता है मुफ्त

aapnugujarat

सरकार को घेरने के लिए विपक्षी नेता होने लगे गोलबंद!

aapnugujarat

ઉના વેરાવળ રોડ પર મહિલાઓ દ્વારા મોબાઇલ ટાવરનો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1