Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ચીનમાં વિનાશક ધરતીકંપથી નુકસાન : ૧૯ના મોત

મધ્ય ચીનના એક પહાડી વિસ્તારમાં આજે સવાર ૬.૫ની તીવ્રતા સાથે પ્રચંડ ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેમાં ૧૦૦થી પણ વધારે લોકોના મોત થયા હોવાના હેવાલ મળ્યા છે. જો કે હજુ સુધી ૧૯ લોકોના મોતના હેવાલને સમર્થન મળ્યુ છે. જ્યારે સત્તાવાર રીતે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૩૫૦ દર્શાવવામાં આવી છે. જે પૈકી મોટા ભાગના ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા કહેવામાં આવ્યુ છે કે સિચુઆન પ્રાંતમાં જે હિસ્સામાં આંચકો આવ્યો છે તે ઓછા વસ્તીવાળા વિસ્તાર તરીકે છે. ભૂકંપનુ કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર નીચે હોવાનુ જાણવા મળ્યુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંબંધિત અધિકારીઓએ વિગત આપતા કહ્યુ છે કે ચીનના નેશનલ કમીશનના આ વિસ્તારમાં રહેનાર મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. શ્રેણીબદ્ધ મકાનો અને ઇમારતો ઘરાશાયી થઇ ગઇ છે. ૧૩ હજારથી વધારે મકાનોને નુકસાન થયુ છે. સમાચાર સંસ્થાએ માહિતી આપતા કહ્યુ છે કે ૨૦૧૦માં કરવામાં આવેલી વસ્તી ગણતરીના આંકડાના આધાર પર આ વાત કરવામાં આવી રહી છે. સિચુઆન પ્રાંતની સરકારે માહિતી આપતા કહ્યુ છે કે ભેખડો ધસી પડવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસી ફસાઇ ગયા છે. જે પૈકી કોઇના મોત થયા હોવાની માહિતી હજુ સુધી મળી નથી. આજે ભૂકંપનો આંચકો ભારતીય સમય મુજબ વહેલી પરોઢે ૧.૨૦ વાગે આવ્યો હતો. જે જગ્યાએ આંચકો આવ્યો છે ત્યાં વર્ષ ૨૦૦૮માં ૮ની તીવ્રતા સાથે આંચકો આવ્યો હતો. જેમાં ૮૭૦૦૦ લોકોના મોત થયા હતા અથવા તો લાપતા થઇ ગયા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરવામાં આવી છે. જેમાં સેનાના જવાનો પણ જોડાયા છે. ધરતીકંપગ્રસ્ત વિસ્તારોમાં દુરસંચાર વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ છે. જ્યાં આંચકો આવ્યો છે તે વિસ્તારમાં મોટા ભાગે તિબેટી લોકો રહે છે. તેની પાસે જ એક નેશનલ પાર્ક પણ છે. જે પ્રવાસીઓમાં ખુબ લોકપ્રિય છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાપત્તા થયા છે. અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. ચીની પ્રમુખ જિંગપિંગે બચાવ અને રાહત કામગીરીને ઝડપી કરવા માટે સૂચના આપી છે. ઘાયલ થયેલા લોકો પૈકી ૪૦ની હાલત ગંભીર જણાવવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકો પૈકી પાંચ પ્રવાસીઓ હતા. એક કેનેડિયન મહિલાને માથામાં ગંભીર ઇજા થઇ છે. એક ફ્રેન્ચ નાગરિકને પણ બંને પગમાં ઇજા થઇ છે. આ વિસ્તારમાં વસતી ઓછી હોવાના કારણે નુકસાન ઓછું થયું છે. ૨૦૦૮માં ૯૦ હજારથી વધુ લોકોના મોત આજ વિસ્તારમાં થઇ ગયા હતા.

Related posts

મની લોન્ડરિંગ મામલે રોબર્ટ વાડ્રાને દિલ્હી હાઈકોર્ટે મોકલી નોટિસ

aapnugujarat

તાઇવાન ૬.૪ની તીવ્રતાના ઘરતીકંપથી હચમચી ઉઠ્યું

aapnugujarat

सेंसेक्स गिरावट के साथ 38,736.23 पर बंद हुआ शेयर बाजार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1