Aapnu Gujarat
Uncategorized

ઉના વેરાવળ રોડ પર મહિલાઓ દ્વારા મોબાઇલ ટાવરનો વિરોધ

ઉનાના વેરાવળ રોડ પર આવેલ શિવાજી પાર્ક સોસાયટીમાં બાઉ.ડી.ચૌહાણના પ્લોટમાં સોસાયટીના રહીશોની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર મોબાઇલ ટાવરનું ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે ત્યાંની સ્થાનિક મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરી કામ અટકાવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોની એવી પણ માંગણી છે કે આ ટાવર માટે કામ ચાલી રહ્યું છે તેમાંથી નીકળતા ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિએશનના કિરણો એટલી હદે જોખમી હોય છે કે તેની આસપાસ રહેતા બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ કુમળી વયના બાળકો તથા લોકોને ખૂબ ગંભીર રોગોનું પ્રમાણ ફેલાવે છે જેના લીધે કેન્સર જેવી ભયંકર બીમારી કુપોષિત બાળકો અને અન્ય મોટી ઉંમરના વૃદ્ધો માનસિક બીમારીઓનાં શિકાર બને છે જેથી સોસાયટીના રહીશો દ્વારા મોબાઇલ ટાવરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં કામ બંધ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન પર ઉતરવું પડશે તેવી પણ ચીમકી આપી હતી.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

રામદેવપીર ધૂન મંડળ વેરાવળમાં આકર્ષણનું કેન્દ્ર

aapnugujarat

પ્રભાસપાટણની રેફરલ હૉસ્પિટલ પાણી પાણી

editor

શ્રી દ્વારકાધીશ મંદીર- દ્વારકા, દિપાવલી ઉત્સવનાં દર્શનનો કાર્યક્રમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1