Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવેમાં ૧ લાખ પદ પર થશે ભરતી

સરકારી નોકરીની રાહ જોતા લોકો માટે ખુશખબર છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં વિવિધ પદો પર ભરતી કરવાનું છે. હાલમાં જ મંત્રી પીયુષ ગોયલે જાહેરાત કરી કે રેલવેમાં ૨૦ લાખ ૩૦ હજાર પદ માટે ભરતી કાર્યક્રમ યોજાશે. આ ભરતી બે ફેઝમાં યોજાશે.આવનારી રેલવે ભરતીના પ્રથમ રાઉન્ડમાં ૧ લાખ ૩૧ હજાર ૪૨૮ પદ પર ભરતી કાર્યક્રમનું નોટિફિકેશન જાહેર કરાશે, ત્યારબાદ બીજા રાઉન્ડમાં ૯૯ હજાર પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
૧ લાખ ૩૧ હજાર ૪૨૮ પદ પર ભરતીનું નોટિફિકેશન આ મહિને એટલે કે ફેબ્રુઆરીમાં જ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. જો આ મહિને જાહેરાત નહીં આવે તો માર્ચ સુધીમાં આવી જશે.પ્રથમ રાઉન્ડની ભરતી ક્યા ક્યા પદો પર યોજાશે તે અંગે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં રેલવે બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે પ્રથમ ફેઝની ભરતી બાદ બીજા રાઉન્ડની ભરતી આવતા વર્ષે એટલે કે ૨૦૨૦માં આવશે. ૯૯ હજાર પદ પર ભરતી માટે આવતા વર્ષે જુનમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પ્રથમ અને બીજા ફેઝની ભરતીમાં આર્થિક રીતે નબળા ઉમ્મેદવારોને ૧૦ ટકા અનામત આપવામાં આવશે. ૨ લાખ ૩૦ હજાર પદમાંથી કુલ ૨૩ હજાર પદ આર્થિક રીતે નબળા લોકો માટે હશે.

Related posts

કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો

aapnugujarat

કોરોનિલ વિવાદ પર રામદેવ ભડક્યા, કહ્યું- અમારી સફળતાથી વિરોધીઓને મરચાં લાગ્યા

editor

Karnataka Political crisis: SC restrained speaker K R Ramesh Kumar from taking any decision till July 16

aapnugujarat

Leave a Comment

UA-96247877-1