Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારની દિવાળી ભેટ : ૪૧ હજાર આશા વર્કરોનો પગાર વધ્યો

કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનાનો ફાયદો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આશા વર્કરોને અપાતું મુસાફરી ભથ્થું માસિક ૫૦૦૦ રૂપિયાથી વધારી ૬૦૦૦ રૂપિયા કરી દીધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી સીસીઈએની બેઠકમાં આ મંજૂરી મળી છે.
અહીં જણાવવાનું કે આશા વર્કરો દર મહિને લગભગ ૨૦ મુલાકાત કરે છે. જે મુજબ આશા વર્કરોને અત્યાર સુધી માસિક ૫૦૦૦ રૂપિયા ભથ્થા તરીકે અપાતા હતાં, જે ઓક્ટોબર ૨૦૧૮થી ૧૦૦૦ રૂપિયા વધી ૬૦૦૦ રૂપિયા થઈ જશે.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા જણાવ્યું કે ઓક્ટોબર ૨૦૧૮થી આશા વર્કરોને મુસાફરી ભથ્થા તરીકે યાત્રા દીઠ ૨૫૦ રૂપિયા, જે હવે યાત્રા દીઠ ૩૦૦ રૂપિયા કરી દીધુ છે.
પગારમાં વધારો નવેમ્બરમાં મળશેઃ આશા વર્કરોને નવેમ્બર ૨૦૧૮માં વધારેલુ મુસાફરી ભથ્થુ મળશે. આ મંજૂરી ૨૦૧૮-૧૯ થી ૨૦૧૯-૨૦ સુધી આપવામાં આવી છે. પ્રસાદે જણાવ્યું કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં આશા વર્કરોને સુવિધા આપવામાં આવે છે. આ વધારાથી આ આશા વર્કરોનું મનબોળ વધશે અને તેઓ પોતાનું કામ વધુ સારી રીતે કરશે. કેન્દ્ર સરકારને આ નિર્ણયથી ૪૬.૯૫ કરોડ રૂપિયાનો વધુ બોજ આવશે. દેશમાં ૪૧ હજાર ૪૦૫ આશા વર્કરો છે.

Related posts

पहली तिमाही में 101.3 लाख करोड़ रुपये हुई सरकारी देनदारियां : वित्त मंत्रालय

editor

ભારતને ઓક્ટો. -ડિસે.માં એસ-૪૦૦ મિસાઈલનો પહેલો જથ્થો મળશે

editor

जीडीपी के लिए गब्बर सिंह टैक्स जिम्मेदार: राहुल

editor

Leave a Comment

UA-96247877-1