Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ગુજરાતીઓ માટે દર્શન સરકાર વસૂલશે ફી

ડોદરા નજીક સાધુ બેટ નામના દ્વીપ પર ૩.૨ કિમી દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ આપવામાં આવ્યું છે. ભારતના સ્વતંત્રતા ચળવળના નેતા અને એકતામાં પ્રતીક એવા વલ્લભભાઈ પટેલને સમર્પિત છે આ સ્ટેચ્યુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની સ્થાપના સૌપ્રથમ ૭ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ કરવામાં આવી હતી. ૨૦,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના ૧૨ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. ૧૮૨ મીટર ની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
આ પ્રતિમાનું ૩૧મી ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ગુજરાત સરકાર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની એટલી બધી પ્બ્લીસિટી થઈ છે કે દરેક ગુજરાતીના મનમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની ઝંખના છે. નર્મદા ડેમ કે દક્ષિણ ગુજરાત ફરવા જતા પરિવારો માટે આ ઉત્તમ પીકનીક સ્પોટ બની રહેવાનું છે ત્યારે તમારે એ જાણવું જરૂરી છે કે આ સરકારે કરેલી ફ્રી સુવિધા નથી. સ્ટેચ્યું ઓફ યુનિટ જોવા માટે વ્યક્તિ દીઠ રૂપિયા ૫૦૦નો ખર્ચ થશે. પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકાર્પણ બાદ આ સ્થળને ગુજરાતીઓ માટે પણ ખુલ્લું મૂકાશે. સરકાર આ સ્થળને બેસ્ટ પ્રવાસન સ્થળ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે.

Related posts

જર્મનીની લાલચ આપી યુવક પાસેથી ખંખેર્યા રુપિયા 26.50 લાખ

aapnugujarat

નર્મદા આધારિત ઉનાળુ પાકનું વાવેતર ન કરવા રાજ્યસરકાર દ્વારા સૂચન

aapnugujarat

હિંમતનગરમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1