Aapnu Gujarat
Uncategorized

આગામી મહિનાથી કાર-બાઈક ખરીદવા મોંઘા બનશે

તાતા મોટર્સે કોમર્શિયલ વ્હીકલના ભાવમાં બે ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ પણ ૧લી ઓક્ટોબરથી તમામ પ્રોડક્ટ રેન્જ પર ૧.૯ ટકા સુધી ભાવ વધારો કરવાનું જણાવ્યું હતું. ચાલુ વર્ષે મારુતિ દ્વારા ત્રીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. ટુ-વ્હિલર સેગ્મેન્ટમાં હીરો મોટોકોર્પે પણ ત્રણ વખત ભાવ વધારો કર્યો છે. હીરો મોટોકોર્પે મોટરસાઈકલ્સ તેમજ સ્કૂટર્સની એક્સ-શોરૂમ કિંમતોમાં ૨૦ સપ્ટેમ્બરથી રૂ. ૩,૦૦૦નો વધારો કર્યો હતો. અગાઉ એપ્રિલ તેમજ જાન્યુઆરીમાં પણ કંપનીએ ભાવ વધારો કર્યો હતો. ઓટોમેકર ટોયોટા કિર્લોસ્કર મોટર સહિત કેટલીક કાર કંપનીઓ આગામી મહિને કારના ભાવમાં વધારો ઝીંકશે. ટોયોટા તમામ ગાડીઓના મોડેલ્સના ભાવમાં વધારો કરશે. ઈનપૂટ ખર્ચમાં વધારો થવાથી આગામી ૧લી ઓક્ટોબરથી ટોયોટા તેના તમામ મોડેલ્સ પર બે ટકા સુધી ભાવ વધારો કરશે તેમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આગામી મહિનાના પ્રારંભે કંપની વેલફાયર સિવાય તમામ મોડેલ્સ પર ભાવ વધારો કરશે. કંપની હાલમાં ભારતમાં ઈનોવા ક્રિસ્ટા, ફોર્ચ્યુનર સહિતના કાર મોડેલ્સનું વેચાણ કરે છે. કંપનીએ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ભાવ વધારો અગાઉ ટાળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં સ્ટીલ સહિતની કિંમતી ધાતુમાં ભાવ વધારો થવાથી ગાડીઓની ઈનપૂટ કોસ્ટ વધતા ભાવ વધારો અનિવાર્ય બન્યો હોવાનું કંપનીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી મહિનાથી કેટલીક કાર ઉત્પાદક કંપનીઓએ પણ ભાવ વધારો કરવાની જાહેરાત કરી હતી.

Related posts

અમદાવાદમાં વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડેની ઉજવણી કરાઈ

aapnugujarat

અમદાવાદ એસઓજીએ બાયોડીઝલના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

editor

GST ની અમલવારી અને તેની સમસ્યા અંગે વિવિધ વેપારી મંડળો સાથે ચર્ચા કરવા તા.૧૪-૭-૨૦૧૭ના રોજ સર્કીટ હાઉસ જામનગર ખાતે  કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1