Aapnu Gujarat
Uncategorized

અમદાવાદ એસઓજીએ બાયોડીઝલના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

રાજ્યમાં બાયો ડીઝલના વેચાણ માટે સરકાર દ્વારા કોઈ વેચાણ પરવાનગી આપવામાં આવી નથી. બાયોડીઝલ સિવાય અન્ય કોઈ પ્રતિબંધિત પેટ્રોલીયમ પેદાશ મળી આવે તો પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ કાયદા અન્વયે પગલા ભરવા પણ આદેશ કરાયો છે.છતાં લોકો બાયોડીઝલનું વેચાણ ગેરકાયદેસર રીતે વધી રહયુ છે.વળી બાયોડીઝલ તરીકે વેચવામાં પ્રવાહીમાં વ્યાપક ભેળસેળ અને કેમિકલ તેમજ બળેલું,વપરાયેલ ઓઇલ પણ હોવાની વિગતો પણ રાજ્ય પોલીસના કાને પહોંચી હતી. ત્યારે અમદાવાદમાં ર્જીંય્એ બાયોડીઝલના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યાં છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ જિલ્લામાં બાયોડીઝલના ગેરકાયદે સંગ્રહ તથા વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પોલીસને મળી હતી. પોલીસને આ બાબતે અમદાવાદમાં અસલાલીથી ખેડા જવાના હાઈવે પર બારેજા ગામની સીમમાં અંબિકા વોલ પેપરની બાજુમાં આર.કે. ટ્રાન્સપોર્ટના માલિક કિશોરભાઈ ચૌધરી ગેરકાયદે બાયોડીઝલ બહારથી મંગાવીને પોતાના આર.કે.ટ્રાન્સપોર્ટના કંપાઉન્ડમાં લોખંડનો ટાંકો રાખી તેમાં સંગ્રહ કરી ગેરકાયદેસર રીતે તેનો વાહનમાં ઇંધણ તરીકે ઉપયોગ કરે છે.
પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને એક લાખ ૧૦ હજારની કિંમતનું ૧૭૦૦ લીટર બાયોડીઝલ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ એક લાખ ૮૮ હજાર ૫૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડીને અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નરેન્દ્ર ચૌધરી, પ્રદીપકુમાર ચૌધરીની ધકપકડ કરી છે. તથા કિશોરભાઈ ચૌધરી નામનો ઈસમ હાલમાં વોન્ટેડ છે.
રવિવારે ગુજરાત એટીએસની ટીમે આણંદના વડગામ ખાતે દરોડો પાડી કોભાંડ ઝડપી પાડ્યુ હતું. આણંદ જિલ્લામાં વેસ્ટેજ ઓઇલની રિફાઇનિંગના ઓથા હેઠળ ગેરકાયદે રીતે બાયોડીઝલ બનાવી તેનું વેચાણ કરતા કૌભાંડનો ગુજરાત એટીએસની ટીમે પર્દાફાશ કરી બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી રૂપિયા ૩.૭૦ લાખનો એસિડ તથા બાયોડિઝલનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.એટીએસના પી.આઈ.સી.આર.જાદવ અને એટીએસના અધિકારી ટીમે બે શખ્સોની ધરપકડ કરી છે.

Related posts

જેતપુર તાલુકા ના અમરનગર ગામે ખેલાયો ખૂની ખેલ

editor

સુબ્રમણ્મમ સ્વામીએ ઇન્દિરા જ નહી વાજપેયીને પણ હેરાન કરી નાંખ્યા હતા….

aapnugujarat

સોમનાથ ટ્રસ્ટ દ્વારા હવે દેશની ૧૨ ભાષાઓમાં મંદિરનો ઈતિહાસ સમજાવતી સીડી અને ડીવીડી મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1