Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાશ્મીરના પીડિત મુસલામાનો માટે તાલિબાન અવાજ ઉઠાવવાનું ચાલું રાખશે

તાલિબાન પ્રવક્તાએ એવી ચેતવણી પણ આપી કે જે કોઇ પણ ગ્રુપ અફઘાનિસ્તાન પર હુમલો કરશે અથવા સરકાર સાથે લડાઇ કરશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.તેણે કહ્યું કે અફઘાનિસ્તાનને પાકિસ્તાનની સાથે જાેડવા માટે પગલાં લેવાશે. પાકિસ્તાનના જુદા જુદા શહેરોને જાેડવાની કોશિશ કરવામાં આવશે.અફઘાનિસ્તાનના ડેપ્યૂટી ઇન્ફોર્મેશન મિનિસ્ટર અને તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે આંતરારાષ્ટ્રીય સમુદાયની સામે અફઘાનિસ્તાનનું સમર્થન કરવા બદલ પાકિસ્તાનની સરાહના કરી છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન માટે અવાજ ઉઠાવતું રહ્યું છે અને આંતરાષ્ટ્રીય શક્તિઓને અફઘાનિસ્તાન સાથે જાેડાવવાની પણ અપીલ કરતું આવ્યું છે.તાલિબાન પ્રવક્તાએ સાથે જ કાશ્મીર પર પણ ફરી નિવેદન આપ્યું છે. જયારે અફઘાનિસ્તાન પર તાલિબાને સંપૂર્ણ કબ્જાે મેળવી લીધો હતો ત્યારે તાલિબાને એવું નિવેદન આપ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરીક મામલો છે એમાં અમે ન પડીએ. પરંતુ થોડા જ સમય પછી તાલિબાન તરફથી નિવેદન આવ્યું હતું કે કાશ્મીરના પીડિત મુસલામાનો માટે તાલિબાન અવાજ ઉઠાવવાનું ચાલું રાખશે. હવે ફરી એકવાર તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદેએ આ બાબતે પોતાનો મત વ્યકત કર્યો છે. તેણે કહ્યું કે દુનિયામાં અનેક એવા ક્ષેત્ર છે જયાં મુસલમાનો સાથે ખોટો વ્યવહાર થઇ રહ્યો છે ભલે પછી તે ફિલીસ્તાન હોય, કાશ્મીર હોય કે મ્યાનમાંર હોય. જાેવાની વાત એ છે કે ચીનમાં વિગર મુસલમાનો સાથે જે અમાનવીય વ્યવહાર થાય છે તેના વિશે તાલિબાન પ્રવક્તાએ કશું ન કહ્યું. જબીહુલ્લાબ મુજાહિદે આગળ કહ્યુ હતું કે મુસ્લિમો સાથે હિંસા થઇ રહી છે, જે ચિંતાજનક છે અને અમે તેની વિરુધ્ધમાં છીએ. જમ્મૂ-કાશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની પણ અમે આલોચના કરીએ છીએ. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે અફઘાનિસ્તાનની સરકાર દુનિયાના જુદા જુદા હિસ્સાઓમાં પીડિત મુસલમોને રાજનયિક અને રાજનીતિક મદદ કરવાનું ચાલું રાખશે. જબીહુલ્લાએ કહ્યું કે પાકિસ્તાન અમારો પડોશી છે અને અફઘાનિસ્તાનને લઇને પાકિસ્તાનનુ જે વલણ છે તેના અમે આભારી છીએ. અફઘાનિસ્તાન આંતરાષ્ટ્રીય સમુદાય સાથે સારા સંબંધ ઇચ્છે છે, વેપાર અને આર્થિક સંબંધોનો વિસ્તાર કરવા માંગે છે. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે અનેક દેશો આંતરરાષ્ટ્રીય સમુદાય અને અમેરિકા સામે અમારા પક્ષમાં અવાજ ઉઠાવે છે. કતર, ઉજ્બેકિસ્તાન અને અન્ય દેશો પણ અફઘાનિસ્તાન માટે સકારાત્મક અભિગમ દાખવી રહ્યા છે. તાજેતરમાં ચીન અને રશિયાએ પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમારા પક્ષમાં વાત રજૂ કરી હતી. જબીહુલ્લાહએ કહ્યુ કે પંજશીરમાં યુધ્ધ ખતમ થઇ ચુક્યું છે અને અમે હવે કોઇની સાથે પણ યુધ્ધ કે હિંસા થાય તેવું ઇચ્છતા નથી. હવે સમય આવી ગયો છે અફઘાનિસ્તાનમાં પ્રગતિ અને સમૃધ્ધિ માટે કામ કરવાનો. અફઘાનિસ્તાનમાં શાંતિ પછી અમારી પહેલી પ્રાથમિકતા બીજા દેશા સાથે વેપાર વધારવાની રહેશે.

Related posts

ચોક્કસ સમય પહેલાં તમામનાં સપના પૂર્ણ કરવા માટે ખાતરી

aapnugujarat

अमेरिकी कांग्रेस ने सऊदी को हथियार बेचने पर लगाई रोक

aapnugujarat

Prez Trump wants a relationship with China that is fair, balanced and where one nation doesn’t threaten another set of nations : Pompeo

editor

Leave a Comment

UA-96247877-1