Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ચોક્કસ સમય પહેલાં તમામનાં સપના પૂર્ણ કરવા માટે ખાતરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઇના પ્રવાસ દરમિયાન આજે છવાઈ ગયા હતા. દુબઈના ઓપરા હાઉસમાં મોદીએ જોરદાર સંબોધન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે પહેલા હિન્દુ મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. ૫૫૦૦૦ વર્ગ મીટર જમીનમાં બની રહેલા આ મંદિરને પશ્ચિમ એશિયાના પથ્થરથી બનેલા પ્રથમ હિન્દુ મંદિર તરીકે ગણવામાં આવે છે જેમાં બીએટીએસ સંસ્થા દ્વારા સક્રિયરીતે રસ દર્શાવીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ ગાળા દરમિયાન મોદીએ યુએઇમાં રહેતા ભારતીય લોકોને સંબોધન કર્યું હતું. દુબઈના ઓપેરા હાઉસમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, કદાચ કેટલાક દશકો ાદ ભારતના અખાત દેશો સાથે આટલા મોટાપાયે અને વ્યાપક સંબંધો સ્થાપિત થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતની પ્રગતિ થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારતને ગ્લોબલ બેંચમાર્ક સુધી લઇ જવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે, ભારતના લોકોને હવે ગર્વ થઇ રહ્યું છે કે, અખાતના દેશોમાં ૩૦ લાખથી પણ વધારે ભારતીય સમુદાયના લોકો અહીંની વિકાસ યાત્રામાં ભાગીદાર બની રહ્યા છે. ભારતીય સમુદાયના લોકોએ આને પોતાના ઘર તરીકે ગણીને કટિબદ્ધતાની સાથે અહીંના લોકોના સપનાઓને પૂર્ણ કરવા ભૂમિકા ભજવી છે. મોદીએ યુએઇના તમામ નેતાઓ અને શાહી પરિવારન પ્રશંસા કરી હતી. મોદીએ ઉમેર્યું હતું કે, જ્યારે ક્રાઉન પ્રિન્સે મંદિર બનાવવાની વાતને આગળ વધારી ત્યારે તમામને આશ્ચર્ય થયું હતું. તેઓ ક્રાઉન પ્રિન્સનો સવા સો કરોડ ભારતીયો તરફથી આભાર માને છે. મંદિરનું નિર્માણ બંને દેશોની સદ્‌ભાવનાના સેતુ તરીકે થશે. અમે એવી પરંપરામાં ઉછર્યા છે જ્યાં મંદિર માનવતાના સ્થાન તરીકે છે. મોદીએ પોતાના સંબોધનમાં નોટબંધી અને જીએસટીને લઇને પણ સ્પષ્ટપણે વાત કરી હતી. ભારતીય સમુદાયના લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભારતને સર્વોચ્ચ સ્તર પર લઇ જવા મુશ્કેલ નિર્ણયો પણ કરવામાં આવશે. હવે ભારતમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. પહેલા લોકો પ્રશ્ન કરતા હતા કે, આ બાબત શક્ય છે કે કેમ. હવે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, આ કામ ક્યારે થઇ શકશે. લોકોની આ ફરિયાદમાં આત્મવિશ્વાસ સ્પષ્ટપણે નજરે પડે છે. નોટબંધી અને જીએસટી જેવા મોટા પગલાના લીધે લોકોને તકલીફો થઇ છે પરંતુ મોટી વ્યવસ્થામાં પરિવર્તન દેશના હિતમાં કરવામાં આવ્યા છે. લોકોને હવે વાસ્તવિકતા સમજાઈ રહી છે. મોદી હાલમાં દુબઈ અને યુએઈમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે.

Related posts

રેલવે પ્રોજેક્ટોનો ખર્ચ ૧.૮૨ લાખ કરોડ સુધી વધ્યો

aapnugujarat

Pakistan rejects 58 visa applications out of 282 sent by Sikh pilgrims

aapnugujarat

ચાર વર્ષ બાદ રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1