Aapnu Gujarat
રાષ્ટ્રીય

બીજેપી પાસેથી જ લીધો ભારતબંધનો આઈડીયા : Rakesh Tikait

ભારતીય કિસાન યુનિયન પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન પર ભારત બંધ સંપૂર્ણ રીતે સફળ રહ્યું. દેશભરમાં હજારો જગ્યાઓએ ખેડૂતો માર્ગ પર બેઠા હતા. બંધને ખેડૂતો સાથે સાથે મજૂર, વેપારીઓ, કર્મચારીઓ, ટ્રેડ યુનિયનનો પણ સહયોગ મળ્યો. તેમણે કહ્યું કે, ૩ રાજ્યોનું આંદોલન બતાવનારા લોકો આંખો ખોલી લે સંપૂર્ણ દેશ ખેડૂતો સાથે ઊભો છે.કૃષિ કાયદાઓ વિરુદ્ધ કરવામાં આવેલા ભારત બંધના આહ્વાનને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે સફળ બતાવ્યું છે. રાકેશ ટિકૈતે ફરી એક વખતે રીપિટ કર્યું કે, જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં નહીં આવે અને સ્જીઁ પર કાયદો નહીં બને ત્યાં સુધી આંદોલન પૂર્ણ નહીં થાય. ઉત્તર પ્રદેશમાં ૮૦૦થી વધારે જગ્યાઓ પર આંદોલન થયા છે અને સારા રહ્યા છે. જાેકે કેટલીક દુકાનો ખુલ્લી રહી કારણ કે સરકારનું ફોકસ રહ્યું કે એ દેખાડવામાં આવે કે ઉત્તર પ્રદેશમાં અસર ઓછી રહી છે પરંતુ, આંદોલન સંપૂર્ણરીતે સફળ રહ્યું છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, મ્ત્નઁવાળા ખૂબ જ જ્ઞાની છે અને તેમની પાસે જ અમે ભારત બંધનો આઇડિયા લીધો છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે કોઈ સીલબંધ આંદોલન કર્યું નથી અને લોકોને આવવા-જવાની છૂટ પણ આપી જેથી તેઓ આવતા-જતા રહે. રાકેશ ટિકૈતે ભારત બંધ પૂર્ણ થયા બાદ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, આંદોલનને મ્ત્નઁવાળા ચૂંટણી સુધી કેમ લઈને જઈ રહ્યા છે. કૃષિ મંત્રી કન્ડિશન પર વાતચીત કરવા માગે છે કે કાયદો પરત નહીં થાય, ભલે કેટલાય સંશોધન કરાવી લેવામાં આવે. જાે તેમણે પહેલા જ ર્નિણય કરી લીધો છે તો અમે નહીં જઈએ. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને રટ્ટુ બતાવનારા સવાલ પર રાકેશ ટિકૈતે કહ્યું કે તેમને જે ગોખાવવામાં આવે છે તેઓ એ જ ગોખીને આવે છે અને બેઠકમાં એ જ બોલે છે, તેમની પાસે આગળ બોલવાનો કોઈ પાવર નથી. જાે કૃષિ મંત્રીને સંપૂર્ણ તાકત આપી દેવામાં આવે તો આંદોલન પર ર્નિણય થઈ જશે પરંતુ, જેટલું સરકાર બોલે છે એ જ વાતને તેઓ રીપિટ કરે છે. તેની આગળ ક્યારેય નથી વધ્યા. રાકેશ ટિકૈતે કહ્યું કે, પહેલા મ્ત્નઁવાળા ભારત બંધ કરતા હતા. અમે તેમની પાસે જ ભારત બંધનો આઇડિયા લીધો છે. મ્ત્નઁવાળા ઘણા જ્ઞાની લોકો છે. તેમણે કહ્યું કે તેઓ તેનો પણ આઇડિયા આપે છે કે કપડાં કઈ જગ્યાએ કેવા પહેરવાના છે. કોઈ પણ સારો આઇડિયા આપે તો લઈ લેવો જાેઈએ. દિલ્હી-દ્ગઝ્રઇમાં ભારત બંધ દરમિયાન લાગેલા ભીષણ ટ્રાફિક જામને લઈને તેમણે કહ્યું કે, તેમાં અમારી શું ભૂલ છે. જનતાની લડાઈ છે. જનતા બટાકા ૨૦ રૂપિયા કિલો ખરીદી રહી છે જ્યારે, ખેડૂત તેને ૨ રૂપિયે કિલોના ભાવે વેચી રહ્યા છે, તેની જ લડાઈ અમે લડી રહ્યા છીએ. ભારત બંધ સફળ હોવાનો દાવો કરતા ભારતીય કિસાન યુનિયને કહ્યું કે, જે તેને ત્રણ રાજ્યોનું આંદોલન ગણાવતા હતા, તેમના મોઢે આજનું બંધ તમાચો છે.

Related posts

પ્રિયંકા ગાંધીની કોંગ્રેસી કાર્યકરો સાથે બેઠક થઇ

aapnugujarat

દિલ્હી સહિતના અનેક ભાગોમાં ભારે વરસાદ

aapnugujarat

बच्ची के साथ सामूहिक दुष्कर्म

aapnugujarat

Leave a Comment

UA-96247877-1