Aapnu Gujarat
ગુજરાત

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદધ : પ્રદીપ પરમાર

વિધાનસભા ખાતે બિનઅનામત આયોગને ફાળવાયેલ રકમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું કે, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ, તાલીમ પૂરી પાડવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ બિનઅનામત આયોગની રચના કરીને જે સહાયની જાહેરાત કરી છે જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અમે આગળ વધારીને વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાનો નિરંતર પ્રયાસ કરવાના છીએ. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું છે કે, રાજ્યના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે બિનઅનામત આયોગ કાર્યરત કરીને વિવિધ યોજનાકીય લાભો રાજય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આયોગને રૂપિયા ૧૨૫ લાખની રકમ ફાળવાઈ છે. તેમણે કહ્યું કે, આ યોજનાના લાભો લાભાર્થીઓને મળી રહે એ માટે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે. રાજ્યમાં ચાલતા મેડિકલ-ડેન્ટલના ર્સ્વનિભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનીટી અભ્યાસક્રમો માટે અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂપિયા ૧૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત વિદેશ અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગુજકેટ, નીટ સહિતની પરીક્ષાઓ માટે પણ તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે.

Related posts

ભાવનગર શહેરમાં પીવાના પાણીની તંગી

editor

૨૦૨૨ સુધી દરેક પરિવાર પાસે ઘર હશે : મોદી

aapnugujarat

गुजरात विधानसभा उपचुनाव में जबरदस्त जीत के बाद, निकाय चुनाव की तैयारी में जुटे रुपाणी

editor

Leave a Comment

UA-96247877-1