Aapnu Gujarat
શિક્ષણ

પી.એચ.ડી. પ્રવેશ માટે ૬ ઓક્ટો. સુધી રજિસ્ટ્રેશન ચાલુ

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ થતા ગત વર્ષથી એમ.ફીલ કોર્સ બંધ કરી દેવાયો છે અને હવે પીજી બાદ સીધો જ પી.એચ.ડી.માં પ્રવેશ મળે છે.ગુજરાત યુનિ.દ્વારા પીએચડી પ્રવેશ માટેની પ્રક્રિયા અને નિયમો જાહેર કરવામા આવ્યા છે.૨૭ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર સુધી ઓનલાઈન પિન ખરીદી શકાશે અને ૬ ઓક્ટોબર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે.રજિસ્ટ્રેશન બાદ ૨૧ઓક્ટોબરે યુનિ.દ્વારા પ્રવેશ પરીક્ષા લેવાશે.જે એમસીક્યુ આધારીત ૧૦૦ માર્કસની રહેશે અને ઓફલાઈન જ લેવાશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નથી રાખવમા આવ્યા.મેડિકલ ફેકલ્ટી માટે એલિજિબિલિટી એમસીઆઈ-નેશનલ મેડિકલ કમિશનના નિયમો મુજબ રહેશે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર પરીક્ષા બાદ આપવામા નહી આવે,પરીક્ષા પૂર્ણ થયે તમામ વિષયની પરીક્ષામાં પ્રશ્નપત્રો પરત લઈ લેવાશે.પરીક્ષા યુનિ.ના કેમ્પસના જ વિવિધ ભવનોમાં લેવાશે.આ પ્રવેશ પરીક્ષામાંથી યુજીસી-નેટ, સેટ પાસ હોય તેવા વિદ્યાર્થીઓ, ગુજરાત યુનિ.કે યુજીસી માન્ય કોઈ પણ અન્ય યુનિ.માંથી એમ.ફીલ પાસ હોય તેવા વિદ્યાર્થીઓ, ગેટ કે કેટ પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ તથા રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા ફેલોશિપ કે સ્કોલરશિપ મેળવી હોય તેવા ઉમેદવારોને મુક્તિ આપવામાં આવશે. એમ.ફીલ કોર્સ બંધ કરી દેવાતા હવે પીજી બાદ સીધુ જ પી.એચ.ડી. થઈ શકતા આ વર્ષે પીએચ.ડી માટે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી પ્રવેશ માટેની પ્રક્રિયા અને નિયમો જાહેર કરવામા આવ્યા છે.આજે ૨૭મીથી ઓનલાઈન પિન ખરીદી અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે.વિદ્યાર્થીઓ ૫ાંચમી સુધી પિન ખરીદી શકશે અને ૬ઠ્ઠી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન બાદ ૨૧મી ઓક્ટોબરે પ્રવેશ પરીક્ષા લેવામા આવશે.

Related posts

રાજ્યના ટ્યૂશન ક્લાસિસ સંચાલકો વડાપ્રધાનને ૧૧ હજાર પત્રો લખશે

editor

હાઇકોર્ટમાં રિટથી RTEના બીજા ચરણમાં વિલંબની વકી

aapnugujarat

પેપર લીક કેસ : દિલ્હીમાં વિરોધ પ્રદર્શન જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1