Aapnu Gujarat
Uncategorized

ઈકબાલગઢ પ્રાથમિક શાળાના શિક્ષકને શાળા પરિવાર દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ

અમીરગઢ તાલુકાની ઈકબાલગઢ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સુરેશ ભાઇ કે હડાતનું તારીખ 21/02/2022 ના રોજ હૃદય રોગના હુમલાથી અચાનક નિધન થવા પામ્યું હતું જેના અંતર્ગત તારીખ 24/02 2022 ના રોજ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ અને ગામલોકો દ્વારા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી

સુરેશ ભાઈ કે હડાત તારીખ 19/06/2001 થી પ્રાથમિક શાળા ઈકબાલગઢમાં ફરજ બજાવી રહ્યા હતા.આ શિક્ષક ધોરણ 1 અને 2 વર્ગમાં શિક્ષકની કામગીરી બજવી રહ્યા હતા શિક્ષક વિજયનગર તાલુકાના સાબરકાંઠા જિલ્લાના ભાખરા ગામના વતની હતા ઈકબાલગઢ પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષ થી કર્તવ્ય નિષ્ટ થી કામગીરી બજવી રહ્યા હતા તેમજ છેલ્લા પાંચ વર્ષથી બી.એલ.ઓ તરીકે પણ કામગીરી બજવી રહ્યા હતા મિલનસાર અને હસમુખ સ્વભાવના પોતાની ફરજ ને ઈમાનદારી પૂર્વક નિભાવનાર શિક્ષક સુરેશ ભાઈ હડતને શ્રદ્ધાંજલિ આપતા શિક્ષક ગણ તેમજ ગામ લોકોની આંખો નમ થઇ ગઈ હતી. રાખેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા ના આચાર્ય દિનેશભાઈ પઢીયાર દારા નમ આખે જણાવ્યું હતું કે  સુરેશભાઈ કે હડાતના મૃત્યુથી અમારું શાળા પરિવાર ગમગીન બની ગયું છે

સુરેશભાઈનું અચાનક અવસાન થતાં અમને એવું લાગી રહ્યું છે કે તેમના વગર અમે આ શાળામાં કઈ રીતે રહીએ કેમ કે આખો દિવસ માત્ર અને માત્ર એમના વિચારો આવ્યા કરે છે અને અમે બધા તેમની સાથેની લાગણી ના સંબંધો નિભાવી રહ્યા છીએ ભગવાન તેમના પરિવાર ને દુઃખ સહન કરવા ની શક્તિ આપે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શાળા પરિવાર ઉપરાંત ટી પી ઓ સાહેબ તેમજ અમીરગઢ તાલુકા શિક્ષક ગણ તેમજ તેમને ચાહનારા ગામલોકો પણ ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે.

Related posts

માસિક શિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

aapnugujarat

WTO ने 2019 के लिए वैश्विक व्यापार वृद्धि अनुमान को कम कर 1.2% किया

aapnugujarat

સોમનાથ જ્યોર્તિલિંગ મહોત્સવની તડામાર તૈયારીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1