Aapnu Gujarat
Uncategorized

ટોલનાકાના ત્રાસ થી વેરાવળ-પાટણ શહેર તેમજ ગામડાની પ્રજા ત્રાહિમામ

ટોલનાકાના ત્રાસ થી વેરાવળ-પાટણ શહેર તેમજ ગામડાની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.ત્યારે વેરાવળના ડારી ટોલ ટેક્ષ બાજુમાં ટોલ ટેક્ષ વિરુદ્ધમાં સ્થાનિક લોકો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. વધુમાં આપને જણાવી દઈએ વર્ષો થી આ ટોલ ટેક્ષ પર સ્થાનિક લોકો પાસે થી ટેક્ષ ઉઘરાવવામાં આવતો ન હતો પણ કોઈ માથાભારે અસામાજિક તત્વોને ટોલ પાસની એજન્સી અપાતાં આ એજન્સી એ સ્થાનિક વાહનો અને સ્થાનિક ખેડૂતોના વાહનો પાસે ટોલ ટેક્ષ ઉઘવરવા બાબતે આજે ટોલ પાસની બાજુમાં સ્થાનિકો એ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે,આ આંદોલનમાં સ્થાનિક સંસ્થાઓ ,સ્થાનિક ગામના ખેડૂતો ,વેરાવળના સ્થાનિક લોકો વગેરે જોડાયા છે

અને આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધીયા માર્ગે જવાની પણ આ લોકોની તૈયારી છે .ટોલનાકું છેલ્લા ૭ વર્ષથી ચાલે છે જેમાં આજ સુધીના ૧૪ થી ૧૫ એજન્સીઓ બદલાય તેમાં ક્યારેય પણ ટોલનાકા થી ૨૦    કિલોમીટરની ત્રિજ્યાની અંદર આવતા ફોર વ્હીલ, ટ્રકો, કોમર્સીયલ વાહનો કે કોઈ પણ વાહનોનો ૮૦% ટોલ લેવાયો નથી. પણ હવે આ નવી એજન્સી દ્વારા આ રૂપિયા ઉઘરાવવાનો નવો શીલો ચાલુ થઈ રહ્યો છે તેના વિરોધમાં તેમજ નવી માંગ સાથે,ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થઈ રહ્યું છે જ્યાં સુધી આ માંગ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે તેમ જણાવવામાં આવ્યુ હતુ

Related posts

કોરોના વાઈરસની મહામારીને લઈને સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય

aapnugujarat

દ્વારકામાં પાણી માટે હાલ થયાં બેહાલ

aapnugujarat

આપનો રોડ શો – કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો ટૂંકાવી દેવામાં આવ્યો, શું કારણથી ટૂકાવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1