Aapnu Gujarat
Uncategorized

દ્વારકામાં પાણી માટે હાલ થયાં બેહાલ

તો દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના ધરમપુર ગામમાં પણ પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. ઊનાળાની બપોરે પણ આરામ કરવાના બદલે અહીંને મહિલાઓએ પાણી માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. ત્યારે માંડ પીવા માટે એકાદ બેડું પાણી મળે છે.દેવભૂમિ દ્વારકાના ધરમપુરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. પાણી માટે મહિલાઓએ લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે. લાંબી લાઇનમાં ઊભા રહીને પણ માંડ એકાદ બેડુ પાણી મળે છે. ઘણીવાર પાણી માટે મહિલાઓ વચ્ચે પડાપડી અને બેડા યુદ્ધ થાય છે. ગામમાં આવેલા પાણીના ચાર ટાંકાનું પાણી પણ ખુટી રહ્યું છે. જેના કારણે ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે.ખંભાળિયા તાલુકાનો મુખ્ય જળસ્ત્રોત કહી શકાય એવા ઘી ડેમ હાલમાં તળિયું ઝાટક થઇ ગયો છે. ઘી ડેમ પણ સુકા ગોચર જેવો દેખાઇ રહ્યો છે. ઘી ડેમમાંથી ઢોરઢાંખર બચેલા જળનો ઉપયોગ પીવા માટે કરી રહ્યાં છે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે આવનારા દિવસોમાં તંત્ર પાણીની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે. ખેતી માટે તો ઠીક પણ માણસો અને પશુઓ માટે પણ જો પુરતું પીવાનું પાણી મળી રહે તોય ઘણું છે.

Related posts

૧૧ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ રાજકોટ જિલ્લા માટે એરફોર્સ ભરતી મેળાનું આયોજન

aapnugujarat

जामनगर में डेंगू से दो की मौत

aapnugujarat

હવે જૂનાગઢમાં પણ જનમાષ્ટમી નિમિત્તે યોજાશે લોકમેળો – ૧૨મી ઓગષ્ટે થશે પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1