Aapnu Gujarat
Uncategorized

હવે જૂનાગઢમાં પણ જનમાષ્ટમી નિમિત્તે યોજાશે લોકમેળો – ૧૨મી ઓગષ્ટે થશે પ્રારંભ

ઐતિહાસીક વારસાનીછ ધરોહર એવા ગરવા ગીરનારની ગોદમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની નગરીમાં જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા જનમાષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. ૧૨ મી ઓગષ્ટે મેયર સુશ્રી આદ્યાશક્તિબેન મજમુદારનાં હસ્તે સાંજે લોકમેળાનો પ્રારંભ થશે. ૧૨ થી ૧૫ ઓગષ્ટ સુધી ચાલનાર લોકમેળામાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં ધમાલનૃત્ય, શિવસંધ્યા, ભક્તીસંધ્યા, લોકડાયરો, દેશભક્તિગીત સહિતનાં ભાતિગળ કાર્યક્રમો યોજાનાર છે.  ઉદઘાટન સમારોહનાં મુખ્ય મહેમાન પદે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, નાયબ મેયર ગિરીશભાઇ, ખડી સમિતિનાં અધ્યક્ષ નિલેષભાઇ, શાસકપક્ષનાં નેતા પુનિતભાઇ, વિપક્ષનાં નેતા સતિષભાઇ, શાસકપક્ષનાં દંડકશ્રી મીનાબેન સહિત મહનુભાવો, નગરસેવકો, શહેરનાં મેળાનાં માણીગરો ઉપસ્થિત રહેશે. તેમ કમીશ્નરશ્રી વી.જે.રાજપુતની યાદીમાં જણાવાયુ છે.

Related posts

સોમનાથ મહાદેવ પંચદિવસીય કાર્તિક પૂર્ણિમા મેળાનો ૩૧ ઓક્ટોબરથી પ્રારંભ

aapnugujarat

હાર્દિક બાદ રેશ્મા પણ મેદાનમાં, પોરબંદર કે જુનાગઢથી લડશે લોકસભા ચૂંટણી

aapnugujarat

કોરડા ગામે ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1