Aapnu Gujarat
Uncategorized

કોરડા ગામે ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા

ચુડા તાલુકાના કોરડા ગામમાં પાણીનો પ્રશ્ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ બાબતે ગામના મહિલા સરપંચે ચુડા ટીડીઓને લેખિતમાં રજૂઆત કરીને પાણીની વ્યવસ્થાની માગ કરી હતી. અને જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગ્રામજનો દ્વારા આંદોલન કરે તેવી ભીતિ સરપંચે જણાવી હતી. ચુડા તાલુકાના કોરડા ગામમાં અંદાજે ૯૦૦૦ ની વસ્તી વસવાટ કરી રહી છે. તો બીજી તરફ કાળઝાળ ઉનાળાના સમયમાં જ આ ગામમાં પાણી કોઇ વ્યવસ્થા ન હોવાથી લોકો સાથે પશુધન માટે પણ પાણીના ફાંફા પડી રહ્યા છે. ગામની બહેન-દીકરીઓ અને મહિલાઓને માથે બેડાં લઇને આકરા તાપમાં પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.
ત્યારે આ બાબત કોરડા ગ્રામ પંચાયતના સરપંચ હિનાબેન નિલેશભાઈ સરવૈયાએ ચુડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવાયા મુજબ હાલ કોરડા ગામમાં વસ્તીના ધોરણે પાણીની તીવ્ર અછત સર્જાઇ રહી છે. પીવાના પાણી તથા પશુઓ માટે પાણી પૂરું પાડી શકાતું નથી. કોરડા ગામમાં પાણીની સમ્પની કોઇ સુવિધા પણ નથી. આથી પીવાના ટેન્કર તેમજ પશુઓ માટેની જરૂરી પાણી પૂરું પાડવા યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી. બીજી તરફ ગામમાં પાણી વિના ગ્રામજનોમાં આક્રોષ ફેલાયો છે.

Related posts

वायुसेना के हेलीकॉप्टर की भावनगर में इमरजेंसी लैंडिंग

aapnugujarat

શ્રી સોમનાથ તીર્થધામમાં સતત 9′ માં વર્ષે બાપા સીતારામ સેવા મંડળ અમદાવાદના 350 જેટલા સેવકોએ શ્રમયજ્ઞ કર્યો

aapnugujarat

ભાવનગરમાં કૃષિ બિલનાં સમર્થનમાં ભાજપની સહી ઝુંબેશ

editor

Leave a Comment

UA-96247877-1