Aapnu Gujarat
ગુજરાત

આત્મનિર્ભર ભારતના અભિયાનને સાકાર કરવા સાથે મળી પ્રયાસ કરીએ : CM

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત અભિવાદન સમારોહ માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલન સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, રાજયમાં કોઇને પણ સાચી તકલીફ થતી હોય તો તે રાજય સરકારની જવાબદારી છે કે તેમને તકલીફમાંથી બહાર કાઢવા. સરકાર સૌને સાથે રાખી રાજયના વિકાસ માટે કામ કરે છે.
ગુજરાતના કોન્ટ્રાકટરો પણ રાજયના વિકાસમાં ફાળો આપશે તેમ વિશ્વાસ વ્યકત કર્યો હતો. કોવિડ મહામારીમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનથી સમયસર બચી શક્યા છીએ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતને ગ્રોથ એન્જીન બનાવ્યું છે તેને ટકાવી રાખવાની જવાબદારી આપણા સૌની છે. આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના અભિયાનને સાકાર કરવા ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.
ગુજરાતના કોન્ટ્રાકટરોએ ગુજરાતમાં વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. સમયસર અને ક્વોલીટી વાળુ કામ ગુજરાતના કોન્ટ્રાકટરોએ કર્યુ છે તેમ સી.આર.પાટીલ એ પણ કહ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજયસરકારના મંત્રી પુર્ણેશભાઇ મોદી, એસોશિયેશનના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના વાઇસ ચેરમેન કે.કે.પટેલ સહિત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના સભ્યોઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગુજરાતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની સ્થાપના કરવામાં આવી

aapnugujarat

राज्य में टीबी की अपेक्षा एड्‌स के मरीज ज्यादा हैं

aapnugujarat

બોલો…કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો ઇ-મેમો મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1