Aapnu Gujarat
ગુજરાત

બોલો…કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો ઇ-મેમો મળ્યો

વડોદરા શહેર પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે. વડોદરા પોલીસ દ્વારા ઇ-મેમો આપવાની ઉતાવળમાં કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો ઇ-મેમો ઘરે મોકલવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના માર્ગો ઉપર સીસીટીવી લગાવવામાં આવેલા છે. જેનું સર્વેલન્સ રૂમ પોલીસ ભવનમાં છે. સર્વેલન્સ રૂમમાંથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઇ-મેમો આપવામાં આવે છે. ઇ-મેમો આપવામાં પોલીસ જવાનો દ્વારા વારંવાર ભૂલો સામે આવી રહી છે. જેને કારણે વાહન ચાલકોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે.
ઇ-મેમોનો ભોગ બનેલા હરણી વિસ્તારમાં આવેલી ગંગાનગર સોસાયટીના રહેવાસી મિલીન્દભાઇ દેશમુખે જણાવ્યું હતું કે, ગત શનિવારે મારા ઘરે ઇ-મેમો આવ્યો હતો. જેમાં મારી અલ્ટો કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને ગુનાના વિભાગમાં હેલ્મેટ ન પહેરવા બાબતે રૂપિયા ૧૦૦ દંડ લખેલું હતું. પરંતુ ઇ-મેમોમાં જે કારનો ફોટો હતો. તેમાં મારી કાર દેખાતી નથી. આ બાબતે મેં ટ્રાફિક વિભાગમાં વાત કરતા યોગ્ય જવાબ મળ્યો ન હતો. પોલીસની ભૂલના કારણે હવે મારે ધક્કા ખાવાનો વખત આવ્યો છે.
ડી.સી.પી. ટ્રાફિક યશપાલસિંગ જગાણીયાએ જણાવ્યું હતું કે, બાઇક ચાલકને આપવાને બદલે ભૂલથી કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો મેમો આપી દેવામાં આવ્યો હતો. જેથી મેમો કેન્સલ કરવામાં આવશે.

Related posts

મહિલાઓને ઈસ્યૂ કરાયેલી દારુની પરમિટમાં થયો વધારો

aapnugujarat

બનાસકાંઠા સર્કિટ હાઉસમાં કૃષિ યુનિ.નાં રોજમદાર કામદારોનાં પ્રશ્ને બેઠક મળી

aapnugujarat

રખિયાલ વિસ્તારમાં બચતના પૈસા બેંકમાં ભરવા જતી વેળા નજર ચુકવી ચોરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1