Aapnu Gujarat
ગુજરાત

રખિયાલ વિસ્તારમાં બચતના પૈસા બેંકમાં ભરવા જતી વેળા નજર ચુકવી ચોરી

શહેરના રખિયાલ વિસ્તારમાં ગરીબ મહિલાઓએ કરેલી બચતના રૂપિયા ખુદ એક મહિલા ચોર જ લઇને ફરાર થઇ જતાં મહિલાવર્તુળમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. મહિલા બેન્કની બેન્ક સાથી કર્મચારી એવી મહિલા મહિલાઓની બચતના પૈસા ભરવા બેંકમાં ગઇ તે દરમ્યાન અન્ય એક આરોપી મહિલા નજર ચૂકવી તેની  રૂ.૧.૧૮ લાખની રોકડ ભરેલી બેગ લઇ રફુચક્કર થઇ ગઇ હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સરસપુર વિસ્તારમાં સફેદ ચાલી ખાતે રહેતા મનીષાબહેન ડાભી રખિયાલ વિસ્તારમાં આવેલી મહિલા સેવા સહકારી બેંકમાં છેલ્લા ત્રણ મહિનાથી બેન્ક સાથી તરીકે નોકરી કરે છે. ગઇકાલે સવારે મનીષાબહેન મહિલાઓની બચતના પૈસા ઉઘરાવવા નીકળ્યા હતા અને આશરે રૂ.૧.૧૮ લાખ જેટલી રોકડ રકમ એક બેગમાં મૂકી તે પૈસા મહિલા સેવા સહકારી બેન્કમાં ભરવા ગયા હતા. બેન્કમાં તેઓ કાઉન્ટર પાસે પોતાની બેગ(કાળા કલરનું પાકીટ) મૂકી એક સેકન્ડ માટે સ્લીપ લેવા ગયા એટલી જ વારમાં તો, એક અજાણી મહિલાએ તેમના બેગ પર હાથ સાફ કરી પળવારમાં ત્યાંથી રફુચક્કર થઇ ગઇ હતી. મનીષાબહેને તેમની બેગની ભારે શોધખોળ કરી પરંતુ નહી મળતાં આ અંગે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી છે. પરંતુ ગરીબ મહિલાઓની બચતના પૈસા ચોરી જનારી મહિલા આરોપી વિરૂધ્ધ સ્થાનિક મહિલાઓમાં ઉગ્ર રોષ અને આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી.

Related posts

ચેઇન સ્નેચિંગના ગુનામાં પાંચથી દસ વર્ષની સજા થશે

aapnugujarat

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

aapnugujarat

માતાને માથામાં હથોડી મારી હત્યા કરનાર પુત્રની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1