Aapnu Gujarat
ગુજરાત

ચેઇન સ્નેચિંગના ગુનામાં પાંચથી દસ વર્ષની સજા થશે

રાજ્યમાં મહિલાઓની સુરક્ષા મામલે સરકારે આજે એક અતિમહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે મુજબ હવે ચેઈન સ્નેચીંગના ગંભીર ુગુનામાં ચેઇન સ્નેચીંગ કરનાર ગુનેગારને પાંચ વર્ષથી લઇ દસ વર્ષ સુધીની સખત કેદની સજા તેમ જ રૂ.૨૫ હજારનો દંડ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ નવી જોગવાઇ મામલે સરકાર ટૂંક સમયમાં જ વટહુકમ બહાર પાડશે અનએ રાજયભરની મહિલાઓને સરકાર દ્વારા વધુ સુરક્ષા અને ભયમુકત માહોલ પૂરો પડાશે. ચેઇન સ્નેચીંગ દરમ્યાન ચીલ ઝડપમાં ગુનેગાર કોઇને મૃત્યુ કે ઈજા કરે કે ભય ઊભો કરે તો પણ ચેઇન સ્નેચરને ત્રણ વર્ષની સખત કેદની સજાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત, ચીલ ઝડપમાં મૃત્યુ કે ઈજા થાય તો તેવો પ્રયાસ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા થશે. રાજય સરકારના આ ઐતિહાસિક નિર્ણયને પગલે રાજયભરની મહિલાઓમાં ભારે ખુશી અને સુરક્ષાની લાગણી ફેલાઇ ગઇ છે. દરમ્યાન આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મહિલાઓને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મહિલાની સુરક્ષા માટે સરકારે નક્કર પગલું ભરીને મંગળસૂત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચીંગની ઘટનાને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઈપીસીની નવી કલમો ઉમેરીને કડક સજાની જોગવાઈનો નિર્ણય કર્યો છે. સરકાર આ માટે વટહુકમ બહાર પાડીને મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે. ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસર, બેંક આસપાસ, શોપિંગ મોલ તેમજ ભીડવાળી વિસ્તારો કે જાહેર માર્ગો પર પસાર થતી મહિલાઓ કે વ્યક્તિને ચેઈન, પર્સ કે અન્ય કિંમતી વસ્તુ ઝૂંટવી ચેઇન સ્નેચરો અને ગુનેગાર તત્વો નાસી છૂટતા હોય છે ત્યારે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી સૂચના સાથે વટહુકમ લાવવાનું નક્કી કર્યું છે. હાલ આઈપીસીની કલમ અંતર્ગત ચોરીના ગુનામાં ૩ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. પરંતુ હવે આ સજા વધારી સખત અને આકરી બનાવવામાં આવી છે જે મુજબ, ચેઇન સહિતની દાગીના-કિંમતી વસ્તુઓની ચીલ ઝડપ કરનારને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૨૫ હજારનો દંડ કરવામાં આવશે. ચેઈન સ્નેચીંગ સહિતની વસ્તુ ચોરનારને ૭ વર્ષની જેલ અને ૨૫ હજારનો દંડ થશે. ૩૭૯ (ક) ૪ અંતર્ગત ચેઈન સ્નેચીંગના પ્રયાસથી સામેવાળી વ્યક્તિને ઈજા કે ઈજાનો ભય પેદા કરે તો વધુ ૩ વર્ષની સખત કેદની સજા થશે. આ જ પ્રકારે ૩૭૯(ખ) મુજબ, સ્નેચીંગથી પીડિતનું મૃત્યુ થાય કે અવરોધ ઊભો કરીને મોત કે ઈજા પહોંચાડે તો સાત વર્ષથી લઈને ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૨૫ હજારનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કાયદો વધુ કડક અને સજામાં વધારો થવાના કારણે રાજયમાં ચેઈન સ્નેચીંગના ગુનાઓ પર લગામ કસી શકાશે, સાથે સાથે જ મહિલાઓ સહિત નાગરિકોના જાનમાલનું પણ રક્ષણ થશે. સરકાર દ્વારા કેબીનેટમાં બેઠકમાં આ મહત્વના નિર્ણય અંગે સર્વસંમંતિ સાધવામાં આવી હતી અને આ અંગેનો ઓર્ડિનન્સ રાજયપાલની મંજૂરી માટે મોકલાશે અને ત્યારબાદ તેને પ્રસિધ્ધ કરી અમલવારી કરવામાં આવશે. ચેઇન સ્નેચીંગના ગુનામાં અગાઉ આરોપીઓને સરળતાથી જામીન મળી જતા હતા અને તેથી આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન ના મળે તેવી કડક જોગવાઇ પણ લાગુ પાડવામાં આવશે. સરકારના આ મહત્વના નિર્ણયને પગલે રાજયભરની મહિલાઓમાં કંઇક અંશે સુરક્ષા અને રાહતની લાગણી જન્મી છે.

Related posts

નવાનદીસર ગામના ત્રણ વિદ્યાર્થીઓએ લોન કટર મશીન બનાવ્યું

editor

ડભોઈના પ્રાંત અધિકારી શિવાની ગોયલે ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેની કરી સમીક્ષા

editor

દુધ અને વટાણા ખાતા રાજપીપળાની શાળાના ૧૫૦ વિદ્યાર્થીનીઓની હાલત લથડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1