Aapnu Gujarat
ગુજરાત

માતાને માથામાં હથોડી મારી હત્યા કરનાર પુત્રની ધરપકડ

ખોલવડ ગુરૂકુપા સોસાયટીમાં રહેતા યુવાન પુત્રએ માતાને માથાના ભાગે હથોડી મારી ઘરના દરવાજાને તાળું મારી હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ ઘટનામાં માતાને મારનાર પુત્રને કામરેજ ચાર રસ્તા બ્રીજ નીચેથી પકડી પાડયો હતો.
મહારાષ્ટ્રના ધૂલિયા ખાતે રહેતા અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની હદમાં ગુરૂકુપા સોસાયટીમાં રહેતા પુત્ર અમુત બચુભાઈ થોરી સાથે માતા મંગુબહેન બચુભાઈ થોરી (ઉ.વ.૫૫)ની એક અઠવાડીયા અગાઉ પુત્રએ માથાના ભાગે હથોડી મારી લોહીલુહાણ કરી પુત્ર મકાનને તાળુ મારી જતો રહ્યો હતો. માતાને મળવા આવેલી પુત્રીએ માતાને લોહીલુહાણ હાલતમાં બારીમાંથી જોતાં બુમાબુમ કરી હતી. આડો પાડોશના લોકોને બોલાવતા સારવાર માટે મંગુબહેનને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ટૂંકી સારવાર દરમિયાન મંગુબહેનનું મોત નીપજતાં કામરેજ પોલીસે માતાને મારનાર પુત્ર સામે હત્યાની ફરિયાદ નોંધી હતી. હત્યારો પુત્ર ફરાર થઈ ગયો હતો.

Related posts

तंबोलिया कबीर मंदिर के महंत ने आत्महत्या की

aapnugujarat

એર ઈન્ડિયાના કર્મચારીઓની ને થશે ફાયદો પગાર અને મેડિકલ ઈન્સ્યોરન્સ બાદ હવે બીજો મોટો ફાયદો

aapnugujarat

કોંગ્રેસે ‘રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ નામનું અભિયાન શરૂ કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1