Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસે ‘રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ નામનું અભિયાન શરૂ કર્યું

કોંગ્રેસે ‘રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ નામનું કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું. તેમજ ડ્રગ્સ મામલે કોંગ્રેસે ટોલફ્રી નંબર પણ જાહેર કર્યો છે. કોંગ્રેસે ૧૮૦૦૧૨૦૭૮૪૦ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. ડ્રગ્સ ઝડપાવવા મામલે કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ૫ વર્ષમાં અઢી લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. ગુજરાતમાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. ગુજરાતના પોર્ટ પર મોટા પાયે ડ્રગ્સ લાવવામાં આવે છે. ડ્રગ્સ માટે વપરાતા ગોગોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ગુજરાતમાં પાનની દુકાનમાં ડ્રગ્સના સામાન મળે છે અને ડ્રગ્સના સામાનમાં પણ સરકાર ય્જી્‌ પણ વસૂલે છે. ગુજરાતમાં શું થાય છે, તે દેશ જાણવા માંગે છે? ડ્રગ્સની સિસ્ટમ જનરેશનને નશામાં નાંખી રહી છે. રાજકીય સમર્થન વગર ડ્રગ્સ સિન્ડિકેટ ન ચાલી શકે. ડ્રાય સ્ટેટને ડ્રગ્સ સ્ટેટ બનાવનાર સામે કાર્યવાહી કરો. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતમાં ડ્રગ્સ સિન્ડિકેટ ચાલે છે. ગુજરાતના પોર્ટ પર ડ્રગ્સ મોટા પાયે લાવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી કેમ કંઈ બોલતા નથી. ૩૪ હજાર કરોડની ડ્રગ્સ મુન્દ્રામાંથી પકડાયું છે, ત્યારે ગુજરાતના ગૃહમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપે. આ ડ્રગ્સ આખી જનરેશનને નશામાં ધકેલે છે. ડ્રગ્સના ગોરખ ધંધા પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કેમ ચૂપ છે તે અમારો સવાલ છે. ડ્રગ્સ સિન્ડિકેટ રાજકીય સપોર્ટ વગર ચાલી ન શકે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે. આ મામલે ઈડ્ઢ અને બીજી એજન્સીઓની આંખો કેમ બંધ છે.ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવા મામલે હવે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. ‘રિજેક્ટર ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ના નામથી કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. ડ્રગ્સ મામલે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ લેવાના સામાન મળે છે. પાનની દુકાનમાં ડ્રગ્સ લેવા માટે વપરાતા ગોગોનું વેચાણ થાય છે. ડ્રગ્સના સામાન ગોગો પર સરકાર ય્જી્‌ પણ વસૂલી રહી છે.’ આ સાથે જ કોંગ્રેસ પ્રવક્તાએ મીડિયા સામે ગોગો પણ બતાવ્યું, જેનુ ખુલ્લેઆમ પાનના ગલ્લાઓ પર વેચાણ થાય છે. સાથે જ તેમણે કચ્છના મુન્દ્રામાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસ મામલે સુપ્રિયા શ્રીનેતે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ૫ વર્ષમાં અઢી લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાતના પોર્ટ પર મોટા પાયે ડ્રગ્સ લાવવામાં આવે છે. કચ્છના મુન્દ્રામાંથી ૩૪ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જોકે હજુ સુધી કેમ પોર્ટના માલિકની પૂછપરછ ન કરાઈ તેને લઈ કોંગ્રેસે સવાલ કર્યો. સાથે જ તેમણે કહ્યું કે, ઈડ્ઢ અને બીજી એજન્સીઓ ત્યાં કેમ તપાસ કરતી નથી. ડ્રગ્સની સિસ્ટમ જનરેશનને નશામાં નખાઈ રહી છે. ડ્રાય સ્ટેટને ડ્રગ્સ સ્ટેટ બનાવનાર સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી છે.

Related posts

જાસપુરમાં વિશ્વ ઉમિયાધામના ભૂમિ પૂજનને લઇ ભારે ઉત્સાહ

aapnugujarat

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઃ ઉમેદવારની યાદીમાં આનંદીબહેન પટેલ રેસમાં સૌથી આગળ

aapnugujarat

૫૦૦૦ મિત્રોને એક ગ્રુપમાં ચેટિંગ કરાવતી ‘હિમજી એપ’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1