Aapnu Gujarat
ગુજરાત

૫૦૦૦ મિત્રોને એક ગ્રુપમાં ચેટિંગ કરાવતી ‘હિમજી એપ’

સોશિયલ મીડિયાનો કૂદકેને ભૂસકે ઉપયોગ વધારવામાં એકમેકને જોડતી એપ્લિકેશનનો ખૂબ મહત્ત્વપૂર્ણ ફાળો છે.જેમાં વ્હો્‌ટસ અપ ખાસ નોંધવામાં આવે છે. આપણાં ગુજરાતના એક વિદ્યાર્થીએ એનાથી વધુ બહેતર એપ બનાવી છે અને તેને માન્ય પણ કરવામાં આવી છે. અંબાજીના હિમાંશુ ગઢવીએ બનાવેલી હિમજી એપ આજકાલ ચર્ચાનો વિષય છે.ભારતમાં ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપક પ્રચાર થઇ રહ્યો છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ મોટા ભાગની યોજનાઓનું ડિજિટલાઇઝેશન કરી રહી છે. ભણવામાં પણ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરક્ષેત્રમાં આી એપ બનાવવામાં વધુ રસ લેતા થયાં છે. મૂળ અંબાજીના રહેવાસી અને પાલનપુરની વિદ્યામંદિરનાં ધોરણ-૯ માં અભ્યાસ કરતાં હિમાંશુ ગઢવીએ આઇ.ટી ક્ષેત્રે એક નવું સોપાન સર કર્યુ છે. મેસેજની આપ-લે માટે મોટાભાગે વ્હોટ્‌સ અપનો ઉપયોગ કરવામાં આવે છે તેને હિમાંશુએ વધુ ડેવલપ કરીને વોટ્‌સઅપ જેવી જ હિમજી ચેટ એપ બનાવી છે. આ એપમાં ૨૫૬ નહીં પણ ૫૦૦૦ થી વધુ મિત્રોને એક ગ્રુપમાં જોડી શકાય છે. જ્યારે ૨ જીબી સુધીની કોઇ પણ પ્રકારની ડેટા ફાઇલ સરળતાથી અને ઝડપથી મોકલી શકાય છે. આ હિમજી ચેટ એપને ગૂગલમાં પણ રજિસ્ટ્રેશન કરાવાયું છે. જેનું હાલમાં રેટિંગ ૪.૯ જોવા મળી રહ્યું છે. ગૂગલમાં આ એપ માટેની ફી ભરી દેતાં લોકો પણ આ એપનો ઉપયોગ કરતાં થયાં છે. આ એપ માટેના ગૂગલના સર્ટિફિકેટ પણ હિમાંશુએ મેળવી લીધાં છે અને ઉપયોગકર્તાઓમાં પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

Related posts

ગુજરાતમાં કોંગ્રેસ ૧૦ બેઠક જીતશે : શંકરસિંહ વાઘેલા

aapnugujarat

તુટેલા રસ્તા માટે કોન્ટ્રાક્ટરોને સૌથી વધુ ૧૮ નોટિસો અપાઈ : અમદાવાદ શહેરનાં મધ્ય ઝોનમાં સૌથી ઓછી નોટિસ ફટકારાઈ

aapnugujarat

આરોગ્ય વિભાગની વ્યાપક રેડ : દૂધનાં સેમ્પલો લેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1